For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હડતાલથી થશે 20,000 કરોડનું નુકસાન: એસોચૈમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bharat-bandh
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ એસોચૈમના શ્રમિક સંગઠનો પાસે બે દિવસની સામાન્ય હડતાલનું આહવાન પરત ખેંચવાની અપીલ કરતાં કહ્યું હતું કે આર્થિક ગતિવિધિઓ પર અસર વર્તાશે અને 15,000 થી 20,000 કરોડ રૂપિયાના જીડીપીનું નુકશાન થશે.

એસોચૈમનું કહેવું છે કે પહેલાંથી જ નરમાઇ સામે ઝઝૂમી રહેલી દેશની અર્થવ્યવસ્થા તેમાં પણ હડતાલ થઇ તો નબળાઇ આવશે. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિ દરના ગત એક દસકામાં સૌથી ઓછી (5 ટકા) રહેવાનું અનુમાન છે. ગત વર્ષ આર્થિક વૃદ્ધિ 6.2 ટકા રહ્યો છે.

એસોચૈમ અધ્યક્ષ રાજકુમાર ધૂતનું કહેવું છે કે મોંઘવારીની ચિંતા બધાને છે અને શ્રમિક સંગઠનોની પ્રસ્તાવિત હડતાલથી વસ્તુઓની આપુર્તિ ખોરવાઇ જતાં મોંઘવારી વધુ વધી શકે છે. ધૂતનું કહેવું છે કે દેશવ્યાપી આ હડતાલથી બેંકિંગ, વીમા અને ટ્રાંસપોર્ટ જેવા સેવાક્ષેત્ર પર વધુ અસર પડશે સાથે જ ઔદ્યોગિક ઉત્પાદન પણ પ્રભાવિત થશે. શાકભાજીની અવર-જવર પ્રભાવિત થતાં કૃષિ પર અસર વર્તાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની શ્રમિક વિરોધી નિતિઓ અને સતત ઉચ્ચસ્તર પર બનેલી મોંઘવારીને જોતાં બધા મુખ્ય સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ 20 અને 21 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલનું આહવાન કર્યું છે.

હડતાલથી જીડીપીમાં થનાર નુકસાનનું અનુમાન દૈનિક જીડીપીમાં 30 થી 40 ટકા નુકસાનના આધારે લગાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રિય આંકડાકીય સંગઠન (સીએસઓ) ના અગ્રિમ અનુમાનન આધારે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન દેશના જીડીપી ઉત્પાદન 95 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. આ હિસાબથી દૈનિક જીડીપી 26,000 કરોડ રૂપિયા અને બે દિવસમાં 52,000 કરોડ રૂપિયા જીડીપી નુકસાન થશે.

ધૂતે કહ્યું હતું કે હડતાલમાં મુખ્ય પાંચ ટ્રેડ યુનિયનોનો સામેલ થવાની સ્થિતીને જોતાં બેકિંગ, નાણાંકીય સેવાઓ, પર્યટન અને પરિવહન ક્ષેત્ર પર સૌથી વધુ અસર વર્તાવવાની સંભાવના છે. હડતાલની અસર પશ્વિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ પર અસર વર્તાશે.

એસોચૈમ અધ્યક્ષે પ્રસ્તાવિત હડતાલ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે દેશના મહત્વપુર્ણ ક્ષેત્રોમાં કામ કરવું અર્થવ્યવસ્થાના હિતમાં નથી. તેમને કહ્યું હતું કે વધતી જતી મોંઘવારીની અમને પણ ચિંતા છે પરંતુ તેનું સમાધાન એકસાથે મળીને કરવું પડશે. અર્થવ્યવસ્થામાં આપૂર્તિ વધારીને અને ઉત્પાદન વૃદ્ધિથી આ સમસ્યાનું સમાધાન થઇ શકે છે. હડતાલના કારણે આપૂર્તિમાં ઘટાડો થશે મોંઘવારી વધશે. ધૂતે કેન્દ્રિય શ્રમિક સંગઠનો અને ભારતીય મજદૂર સંઘને અપીલ કરતાં કહ્યું હતું કે સરકાર સાથે વાતચીત કરી આ સમસ્યાનું સમાધાન કરી શકાય છે.

English summary
Industry body Assocham Tuesday urged central trade unions to call off the two-day strike starting Wednesday saying that the economy would take a hit of Rs 15,000 crore to Rs 20,000 crore due to disruptions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X