દિલ્હી ગેંગરેપ: જસ્ટિસ વર્માએ સોંપ્યો રિપોર્ટ

તેમને કહ્યું હતું કે દેશ-વિદેશમાંથી લગભગ 80 હજાર જેટલા સૂચન મળ્યા અને તેમના બધાનો આભાર માનું છું. તેમને કહ્યું હતું કે યુવાનોએ રસ્તો બતાવ્યો અને તેમને બતાવ્યું કે સરકાર કેવી રીતે ચલાવાઇ છે. તેમને દિલ્હી ગેંગરેપ બાદ આંદોલન માટે યુવાનોની પ્રશંસા કરી હતી.
જસ્ટિસ વર્માએ કહ્યું હતું કે આ રિપોર્ટમાં ઓક્સફોર્ડ સુધીના સૂચન મળ્યાં છે. તેમને કહ્યું હતું કે યુવાનોમાં જુસ્સો કાયમ રહેવો જોઇએ. તેમને કહ્યું હતું કે સંસદના આગામી સત્રમાં કાયદો બનાવવો જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં દિલ્હી ગેંગરેપ તથા હત્યાકાંડ બાદ દેશભરમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ જઘન્ય ઘટના બાદ મચેલી બબાલ બાદ કાયદો બનાવવાની માંગે જોર પકડ્યું હતું. તેને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારે દુષ્કર્મ અને યૌન શોષણ સાથે જોડાયેલ કાયદાને કડક તથા સારો બનાવવા માટે સૂચન આપવા માટે જસ્ટિસ વર્મા કમેટીની રચના કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
