For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 7 પ્રકારે અમેરિકા સરકાર કરી શકે છે તમારી જાસૂસી

|
Google Oneindia Gujarati News

આ સપ્તાહમાં 6 ઓગસ્ટ, 2013ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જય લેનોને જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ પાસે "ઘરેલુ જાસૂસી પ્રોગ્રામ નથી." જો કે આ અંગે નેશનલ સિક્યુરિટી એજન્સીના પૂર્વ કન્ડક્ટર એડવર્ડ સ્નોડેનું કહેવું અલગ છે.

નેશનલ સિક્યુરિટી એજન્સી જે કરે છે તે મુશ્કેલ છે કારણ કે તેમાં કેટલીક સત્ય હકીકતોને અલગ પાડવાની હોય છે. આમ છતાં સામાન્ય જનતા પર એવી છાપ છે કે જ્યારે અમેરિકાના નાગરિકોની જાસૂસી કરવાની વાત આવે છે ત્યારે નેશનલ સિક્યુરિટી એજન્સી પાસે તમામ પ્રકારની સત્તાઓ છે. અહીં અમેરિકન સરકાર તેના નાગરિકોની જાસૂસી કરી શકે તેવા પ્રકાર આપવામાં આવ્યા છે. આવો જાણીએ...

વિદેશ જતા ઇમેલ અને ટેક્સ્ટ મેસેજનું ચેકિંગ

વિદેશ જતા ઇમેલ અને ટેક્સ્ટ મેસેજનું ચેકિંગ

ન્યુ યોર્ક ટાઇમ્સ અખબાર જણાવે છે કે નેશનલ સિક્યુરિટી એજન્સી (એનએસએ) અમેરિકાના નાગરિકો અને શંકાસ્પદ વિદેશીઓના ઇન અને આઇટ ઇમેઇલ્સ અને ટેક્સ્ટ મેસેજીસ ટ્રેક કરે છે.

બ્રિટીશ સરકાર પાસે જાસૂસી કરાવી શકે

બ્રિટીશ સરકાર પાસે જાસૂસી કરાવી શકે


અમેરિકાની અન્ય સંસ્થાઓની જેમ એનએસએ પણ પોતાનું જાસૂસીનું કામ આઉટસોર્સ કરાવી શકે છે. આ માટે તે બ્રિટન અને તેની જાસૂસી સંસ્થા જીસીએચક્યુને કામ સોંપી શકે છે. આ અંગે ગાર્ડિયન નોંધે છે કે છેલ્લા 3 વર્ષમાં અમેરિકાએ જાસૂસી માટે જીસીએચક્યુને 100 મિલિયન પાઉન્ડ ચૂકવ્યા છે. નોંધનીય છે કે બ્રિટનની જાસૂસી સંસ્થાની મદદથી જ અમેરિકાએ વર્ષ 2010માં ટાઇમ્સ સ્ક્વેર ખાતે કાર બોમ્બ એટેકનો પર્દાફાશ કર્યો હતો. આથી જીસીએચક્યુ અમેરિકન નાગરિકોની જાસૂસી કરતું હોય એવું પણ બની શકે.

એનએસએના ડેટાનો ઉપયોગ

એનએસએના ડેટાનો ઉપયોગ


નાગરિકોની માહિતી માત્ર એનએસએને જ જોઇએ છે એવું નથી. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના સ્પેશિયલ ઓપરેશન ડિવિઝન (એસઓડી)ને પણ દવાની દાણચોરી કરતા લોકોને પકડવા માટે માહિતી જોઇતી હોય છે. આ કારણે તમામ પ્રકારે વ્યક્તિનો ડેટા ટ્રેક કરવાનો પ્રયાસ થાય છે.

ફેન કોલ રેકોર્ડ્સ

ફેન કોલ રેકોર્ડ્સ


તાજેતરમાં કરવામાં આવેલા એક ખુલાસા અનુસાર એનએસએ દરરોજ લાખોની સંખ્યામાં નાગરિકોના ફોન કોલ રેકોર્ડ કરે છે. તેમાં કયા નંબર પર કેટલા સમય સુધી અને કયા સ્થળે વાત કરવામાં આવી તેવી તમામ વિગતોનો સમાવેશ થાય છે.

PRISMની મદદથી ઇન્ટરનેટ સર્વર્સનું સર્ચિંગ

PRISMની મદદથી ઇન્ટરનેટ સર્વર્સનું સર્ચિંગ


એનએસએ તેના PRISM જેવા પ્રોગ્રામની મદદથી ઇન્ટરનેટ સર્વર્સનું ચેકિંગ કરે છે. એનએસએ અમેરિકાની 9 ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સના ગ્રાહકોના ઓડિયો અને વિડિયો ચેટ, ફોટોગ્રાફ્સ, ઇમેઇલ, ડોક્યુમેન્ટ્સ અને કનેક્શન લોગ્સ વગેરે રેકોર્ડ કરે છે.

વિદેશી દૂતાવાસો પર નજર

વિદેશી દૂતાવાસો પર નજર


અમેરિકા વિવિધ વિદેશી દૂતાવાસો અને તેની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખે છે. જેમાં અમેરિકાની મુલાતાતે જતા વિદેશી રાજદૂતોની હલચલ પર પણ જાસૂસી કરવામાં આવે છે.

XKeyscoreની મદદથી ઓનલાઇન રેકોર્ડ છૂટા કરવા

XKeyscoreની મદદથી ઓનલાઇન રેકોર્ડ છૂટા કરવા


એનએસએ XKeyscore પ્રોગ્રામની મદદથી ઇમેઇલ, ચેટ્સ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી સહિતનો ડેટા ટ્રેક કરે છે અને તેને છૂટો કરે છે. આ કારણે નાગરિકોની પ્રાઇવસી રહેતી નથી.

NSAની કામગીરી

NSAની કામગીરી

નેશનલ સિક્યુરિટી એજન્સી જે કરે છે તે મુશ્કેલ છે કારણ કે તેમાં કેટલીક સત્ય હકીકતોને અલગ પાડવાની હોય છે. આમ છતાં સામાન્ય જનતા પર એવી છાપ છે કે જ્યારે અમેરિકાના નાગરિકોની જાસૂસી કરવાની વાત આવે છે ત્યારે નેશનલ સિક્યુરિટી એજન્સી પાસે તમામ પ્રકારની સત્તાઓ છે. અહીં અમેરિકન સરકાર તેના નાગરિકોની જાસૂસી કરી શકે તેવા પ્રકાર આપવામાં આવ્યા છે.

English summary
7 ways American government could be spying on you
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X