બાંગ્લાદેશમાં 'મહાસેન' તોફાનનો આતંક, 1નું મોત

bangladesh-cyclone
ઢાકા, 16 મે: બાંગ્લાદેશમાં ગુરૂવારે આવેલા ચક્રવાતી તોફાનમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલ પવન અને ભૂસ્ખંલન થવાના કારણે તે દક્ષિણપૂર્વી જિલ્લા પતુઆખલી સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે. બાંગ્લાદેશના હવામાન વિભાગે મૂશળાધાર વરસાદ અને જોરદાર પવનની ઝડપને જોતાં આઠથી દસ ફૂટ ઉંચી લહેરોવાળા 'મહાસેન' ચક્રવાતના આગમનની ચેતાવણી આપી છે.

હવામાન વિભાગની ચેતાવણી જોતાં બાંગ્લાદેશના તટીય વિસ્તારમાં 200 ચક્રવાત કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યાં છે. જ્યારે તટીય વિસ્તારમાં વસ્તા લોકોને ઘર ખાલી કરવવામાં આવ્યાં છે. ચટગાવ તથા કોક્સ બજાર હવાઇ મથક અને બંદરગાહને અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવ્યાં છે. પતુઆખાલીમાં ચક્રવાત કેન્દ્ર સ્થાપિત કરવાની સાથે-સાથે 110 ડોક્ટરોની ટીમ તૈયાર રાખવામાં આવી છે જ્યારે કેટલાક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યાં છે.

'મહાસેન'ના કારણે બાંગ્લાદેશના દક્ષિણપૂર્વી જિલ્લા પતુઆખાલીમાં પ્રથમ શ્રેણીના તોફાનથી ભારે ભૂસ્ખલન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરૂવારે સવારે સાત વાગે તોફાન બાદ તટીય વિસ્તારોમાં ઝડપી પવન અને ખતરનાક સમુદ્રી લહેરોનો આતંક વધી ગયો છે. બપોરે ફરીથી ભૂસ્ખંલન થવાની આશંકા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચક્રવાતના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં વસતા લગભગ 10 લાખ લોકોને સ્થળાંતરીત કરવાનો બુધવારે આદેશ આપવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X