કુરિયર પહોંચાડનાર યુવક આ રીતે બન્યો ચીનનો ચોથા નંબરનો ધનિક

Subscribe to Oneindia News

ચાઇનામા એક ડિલિવરી બોય તરીકે નોકરી કરતા છોકરાએ એવુ અનોખુ કામ કાર્યુ છે, જેથી આજે બધે જ તેની ચર્ચા થઈ રહી છે. લાંબા સમયથી કુરિયર કંપનીમાં ડિલિવરી બોયનું કામ કરતા વાંગ વેઇ નામના છોકરાએ ધીમે ધીમે ચીનમાં પોતાના કુરિયરનો એટલો મોટો વેપાર ઊભો કર્યો કે હાલ તેનું નામ ચીનના સૌથી ધનિક લોકોના લીસ્ટમાં ચોથા નંબરે આવે છે. આ યુવકનું નામ છે બ્વૉય વાંગ વેઇ. જેણે એક અઠવાડિયા પહેલા જ પોતાની એસએફ એક્સપ્રેસ નામની કંપનીને સ્ટોક એક્સચેજ હેઠળ નોંધવી હતી. અને આ એક અઠવાડિયા દરમિયાનમાં વાંગ વેઇની સંપત્તિ 22.5 બિલિયન પાઉન્ડ ( 1800 અબજ રૂપિયા) થઇ ગઇ છે. ત્યારે આટલી જલ્દીથી વેપારની દુનિયામાં છવાઇ જવાના કારણે હાલ તે ખાલી ચીનમાં જ નહીં પણ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ખાલી 46 વર્ષીની ઉંમરે જ બ્વૉય વાંગ વેઇ ચીનના ચોથા ધનિક વ્યક્તિ બન્યા ગયા છે.

china

એસએફ એક્સપ્રેસએ ચીનના શેનઝેન સ્ટોક એક્સચેન્જમાં નોંધણીની પ્રક્રિયા ગયા શુક્રવારે પૂર્ણ કરી હતી. વધુમાં હવે તેણે એસએફ એક્સપ્રેસ કંપનીએ તેની વિરોધી કંપની ઝેડ ટી ઓ એક્સપ્રેસને પાછળ છોડતા ચાઇનાની સૌથી મોટી કુરિયર કંપની બની ગઇ છે. વાંગ વેઇની કુરિયર ડિલેવરી કંપનીમાં 12,000 કર્મચારીઓ કામ કરે છે
24 સાલ પહેલા શરૂ કર્યો હતો વેપાર

46 વર્ષ વાંગ વેઇએ તેની કારકિર્દીની શરૂઆત 24 વર્ષની ઉંમરથી કરી હતી. ત્યારે ચીનમાં લોકોને હોંગકોગંમાં કુરિયર અથવા પાર્સલ મોકલવા માટે સરકારી ટપાલ સેવાનો ઉપયોગ કરતા હતા. જે ખૂબ જ ખર્ચાળ અને ધીમી ડિલિવરી આપતી. ત્યારે કપડાનો વેપાર કરતા વાંગ વેઇને કુરિયર મોકલવામાં ખુબ જ મુશ્કેલીઓ આવતી હતી. જેના કારણે જ તેમણે આ કુરિયર કંપની ખોલવાનો વિચાર આવ્યો. અને તેમણે 22 વર્ષની ઉંમરે તેમને પોતાના પિતાથી 11,800 પાઉન્ડ (9 લાખ 65 હજાર રૂપિયા) ઉધાર લઇ પોતાની કુરિયર કંપની શરૂ કરી. ત્યારે આ કંપનીમાં 6 કર્મચારીઓ કામ કરતા હતા. અને આજે 24 વર્ષ પછી હાલ તે ચીનના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

English summary
Deliveryman who became one china richest men.Read here more.
Please Wait while comments are loading...