For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાની ગાદી છોડતા પહેલાં ટ્રમ્પે ચીનને આપ્યો જોરદાર ઝટકો

અમેરિકાની ગાદી છોડતા પહેલાં ટ્રમ્પે ચીનને આપ્યો જોરદાર ઝટકો

|
Google Oneindia Gujarati News

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ પદની ગાદી છોડતા પહેલાં ચીનને જબરો ઝાટકો આપી દીધો છે. જેનાથી ચીનને જબરું નુકસાન થવાની આશંકા છે. ટ્રમ્પ પ્રશાસન તરફથી ચીનના આઠ મોબાઈલ એપ્સને પ્રતિબંધિત કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસને રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા કહ્યું કે આ એપ્સથી અમેરિકી લોકોની અંગત જાણકારી એકત્રિત કરાઈ રહી છે.

donald trump

ટ્રમ્પે ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી ચીનની આઠ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા છે. વ્હાઈટ હાઉસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ પ્રતિબંધિત એપ્સમાં અલીપે, કૈમ સ્કેનર, ક્યૂક્યૂ વૉલેટ, શેરઈટ, ટેંસેન્ટ ક્યૂક્યૂ, વીમેટ, વીચેટ પે અને વીપીએમ ઑફિસ શામેલ છે. અગાઉ પણ અમેરિકા ચીનની કેટલીય એફ્સ બંધ કરી ચૂક્યું છે. જેમાં બાઈટડાંસની એપ ટિકટૉક પણ શામેલ છે.

આમ આદમી પાર્ટી યુપી-ઉત્તરાખંડ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ લડશેઆમ આદમી પાર્ટી યુપી-ઉત્તરાખંડ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ લડશે

રાષ્ટ્રીય સુર7ાનો હવાલો

વ્હાઈટ હાઉસે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતાં કહ્યું કે આ એપ્સ દ્વારા અમેરિકી નાગરિકોની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે, ચીની સરકાર આ માહિતીનો ઉપયોગ કરી શકે છે. જ્યારે બીજી તરફ ચીની અધિકારીઓએ ફરી એકવાર ચીની સરકારે ફરી એકવાર અમેરિકાના આ આરોપોનું ખંડન કર્યું છે. હવે જોવાનું છે કે શું 20 જાન્યુઆરીએ જો બિડેન અમેરિકાના પ્રેસિડેન્ટનું પદ સંભાળે તે બાદ કેવા પ્રકારનો માહોલ જોવા મળશે.

English summary
donald trump ordered to ban another 8 chinese apps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X