ફેસબૂકના માસિક સક્રિય સભ્યોનો આંક 100 કરોડને પાર

આ સિધ્ધિ અંગે ફેસબૂકના સ્થાપક અને સીઇઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે 'આ અમારા માટે ઘણી મોટી સિધ્ધિ છે. અત્યાર સુધીમાં ફેસબૂકના 100 કરોડથી વધારે યુઝર્સે 219 અબજ તસવીરો ફેસબૂક પર મુકી છે. એટલું જ નહીં 1.13 ટ્રિલિયન પેજને લાઇક કર્યા છે. આ કારણે ફેસબૂકે અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સને પાછળ છોડી દીધી છે. '
ઝુકરબર્ગે જણાવ્યું કે 'ફેસબૂકની શરૂઆત વર્ષ 2004માં કરવામાં આવી હતી. ગયા વર્ષે 55 કરોડ 20 લાખ લોકોની સરખામણીએ 60 કરોડ લોકો મોબાઇલ મારફતે ફેસબૂક પર સક્રિયા બન્યા છે. આ સાથે અમને ફેસબૂક પર ખોલાતા ફેક એકાઉન્ટ અને ક્રાઇમ અંગે પણ ચિંતા છે.'












Click it and Unblock the Notifications
