For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાની ભારત મુલાકાત પહેલા 2002ના ગુજરાત રમખાણોમાં અમેરિકાની અદાલતે મોદીને આપી ક્લિનચીટ

|
Google Oneindia Gujarati News

ન્યુયોર્ક, 15 જાન્યુઆરી : ભારતના 66મા ગણતંત્ર નિમિત્તે અમેરિકાના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથી તરીકે ભારત આવે તે પહેલા જ અમેરિકાની અદાલતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2002 ગુજરાત રમખાણ કેસમાં ક્લિનચીટ આપી દીધી છે.

બુધવારે અમેરિકાના એક જજે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ નરસંહારના કેસને નકારી કાઢ્યો છે. આ કેસમાં નરેન્દ્ર મોદી પર મુસ્લિમોના નરસંહારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેના કારણે તેમની સામે માનવ અધિકારોના હનનનો પણ આરોપ લગાવાયો હતો.

narendra-modi-1

ન્યુયોર્કના જજ એનલિસા ટૉરેસે નરેન્દ્ર મોદી વિરુધ્ધના કેસને એ આધાર પર નકારી કાઢ્યો કે મોદી તેમની અદાલતના ન્યાય અધિકાર ક્ષેત્રમાં નથી આવતા.

બીજી તરફ અમેરિકાની સરકારે પીએમ મોદી સામેનો આ કેસ એમ કહીને કોર્ટમાંથી પાછો ખેંચવાની અપીલ કરી કે નરેન્દ્ર મોદી ભારતના સર્વોચ્ચ પદ પર બિરાજમાન છે. આવી સ્થિતિમાં તેમને આ કેસમાં રાહત આપવી જોઇએ.

નોંધનીય છે કે અમેરિકામાં માનવ અધિકાર સંગઠને પીએ મોદી વિરુદ્ધ આ કેસ સપ્ટેમ્બર, 2014માં દાખલ કર્યો હતો. તેમાં મોદી પર આરોપ લગાવાયો હતો કે મોદીએ નરસંહાર કરાવ્યો છે, સાથે જ આરોપીઓને માફ કરી દીધા છે. નોંધીનીય છે કે મોદી સામે આ કેસ તેમની અમેરિકાની મુલાકાતના બરાબર એક દિવસ પહેલા નોંધાયો હતો. હવે બરાક ઓબામાના આગમનના બરાબર 10 દિવસ બાકી છે ત્યારે કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

English summary
Narendra Modi gets clean chit in US court in 2002 Gujrat riot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X