For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાનનું વધુ એક ફરમાન, છોકરીઓ ભણી શકે પરંતુ વર્ગમાં છોકરા નહીં હોય!

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર રચાઈ છે. જે બાદ તાલિબાન સરકારના નવા ફતવા રોજ સાંભળવા મળી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર રચાઈ છે. જે બાદ તાલિબાન સરકારના નવા ફતવા રોજ સાંભળવા મળી રહ્યા છે. નવી તાલિબાન સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીએ રવિવારે કહ્યું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ સ્નાતક સહિત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ ચાલુ રાખી શકે છે, પરંતુ છોકરીઓ અને છોકરાઓ માટે અલગ વર્ગ ખંડો હશે. સાથે જ કોલેજમાં આવતી મહિલાઓ માટે ઇસ્લામિક ડ્રેસ ફરજિયાત રહેશે. એટલે કે કોલેજમાં આવતી દરેક મહિલાઓ માટે બુરખો પહેરવો ફરજિયાત છે.

Taliban

મંત્રી અબ્દુલ બકી હક્કાનીએ જણાવ્યું હતું કે, તાલિબાન 1990 ના દાયકાના અંતમાં જ્યારે પહેલી વખત સત્તા પર આવ્યુ ત્યારે અને હવે તે કઈ હદ સુધી અલગ રીતે કાર્ય કરી શકે છે તે જોવા વિશ્વ નજીકથી નજર રાખી રહ્યું છે. પહેલી વખતના શાસનમાં યુગ દરમિયાન છોકરીઓ અને સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવી હતી, અને જાહેર જીવનમાંથી બાકાત કરાઈ હતી પણ હવે એવું નથી. મહિલાઓ અને છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવામાં નહીં આવે. આજે જે અસ્તિત્વમાં છે તેના પર કામ કરવાનું શરૂ કરીશું.

મંત્રી અબ્દુલ બકી હક્કાનીએ જણાવ્યું હતું કે લિંગ અલગતાને લાગુ કરવામાં આવશે. અમે છોકરાઓ અને છોકરીઓને સાથે ભણવા નહીં દઈએ. અમે સહ-શિક્ષણની મંજૂરી આપી શકતા નથી. હક્કાનીએ કહ્યું કે યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવતા વિષયોની પણ સમીક્ષા કરવામાં આવશે, પરંતુ તેમણે વિસ્તૃત માહિતી આપી નથી. તાલિબાને સૂચવ્યું છે કે તેનું મહિલાઓ પ્રત્યેનું વલણ બદલાયું છે. જો કે તેમણે તાજેતરના દિવસોમાં સમાન અધિકારોની માંગ કરતી મહિલા વિરોધીઓ સામે હિંસાનો ઉપયોગ કર્યો છે.

જો કે, યુનિવર્સિટીની છોકરીઓ માટે ફરજિયાત ડ્રેસ કોડ નક્કી કરાયો છે. આ ઉપરાંત ઘણા પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. હક્કાનીએ કહ્યું કે હિજાબ ફરજિયાત રહેશે. જો કે એ કહેવામાં આવ્યું નથી કે શું હિજાબ માત્ર માથા પર પહેરવાનો છે કે પછી આખો ચહેરો ઢાંકવો ફરજિયાત છે. ઉલ્લેખનિય છે કે તાલિબાનની જુની સરકારના રેકોર્ડને જોતા અફઘાનિસ્તાનના લોકો તાલિબાનથી ખૌફ ખાઈ રહ્યા છે. તાલિબાને કબ્જો કરતા એટલે જ અફઘાન નાગરિકોએ દેશ છોડવા દોડ મુકી હતી. હવે એ જોવાનું રહે ચે કે તાલિબાન દાવો કરે છે એ મુજબ ખરેખર બદલાયું છે કે ખાલી બોલ બચ્ચન જ કરે છે.

English summary
One more command of the Taliban, girls can study but there will be no boys in the class!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X