ટી-20 એશિયા: ભારતીય મહિલાઓએ નેપાળને 21 રનમાં સમેટ્યુ
નેપાળની મહિલા ક્રિકેટ ટીમે ટી-20 એશિયા કપમાં ભારતની સામે રમાયેલ મેચમાં એક દાવમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો અણગમતો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે...
આજનો દિવસ ક્રિકેટ પ્રેમીઓ માટે સારો રહ્યો કારણકે એશિયન ઇંસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગ્રાઉંડમાં રમાયેલ એશિયાઇ ક્રિકેટ પરિષદ (એસીસી) ની મહિલા ટી-20 એશિયા કપ મેચમાં ટીમ ઇંડિયાએ નેપાળને 99 રનથી હરાવી દીધી છે.

ભારતીય મહિલા ટીમે નેપાળને 21 રનના લઘુત્તમ સ્કોર પર સમેટ્યા બાદ 99 રનથી શાનદાર જીત મેળવી છે. આ જીતની સૌથી ખાસ વાત એ રહી કે મહિલા ટીમની કોઇ પણ બોલરે 10 થી વધુ રન આપ્યા નહિ. આની સાથે સાથે નેપાળની મહિલા ક્રિકેટ ટીમે ટી-20 એશિયા કપમાં ભારતની સામે રમાયેલ મેચમાં એક દાવમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો અણગમતો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
જો કે ટીમ ઇંડિયા પહેલા જ આ ટુર્નામેંટના ફાઇનલમાં પહોંચી ગઇ છે. તેણે ગુરુવારે શ્રીલંકાની ટીમને 52 રનથી હરાવી હતી. ભારત તરફથી ભારતીય બોલરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. તમને જણાવી દઇએ કે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇંડિયાએ નિર્ધારિત ઓવરોમાં 5 વિકેટના નુકશાન પર 120 રન બનાવ્યા હતા.
જેના જવાબમાં નેપાળની ટીમ ભારતીય બોલરોનો સામનો કરી શકી નહિ અને 21 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ. આ દાવમાં ભારત માટે પૂનમ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. જ્યારે અનુજા પાટિલ અને સબ્બીનેની મેઘનાએ બે-બે વિકેટ લીધી. દમદાર પ્રદર્શન કરનાર શિખા પાંડેને પ્લેયર ઓફ ધ મેચ બનાવવામાં આવી.












Click it and Unblock the Notifications
