IND vs AUS: વિરાટ સેના પર ગાંગુલીનું નિવેદન- અમંગળ હતો મંગળનો દિવસ

IND vs AUS: વિરાટ સેના પર ગાંગુલીનું નિવેદન- અમંગળ હતો મંગળનો દિવસ

નવી દિલ્હીઃ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું માનવું છે કે મેદાનમાં એક ખરાબ દિવસના કારણે ઓસ્ટ્રેલિયા વિરદ્ધ પહેલી વનડે મેચમાં ભારતને 10 વિકેટે કરારી હાર મળી છે અને ટીમ પાસે આગલા બે વનડે મેચમાં વાપસી કરવાની પૂરી ક્ષમતા છે. મંગળવારે રમાયેલ આ મુકાબલામાં ભારતીય ટીમ 255 રન પર આઉટ થઈ ગઈ જ્યારે ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને આરોન ફિંચની શાનદાર ઈનિંગના દમે 10 વિકેટે મેચ જીતી.

saurav ganguli

ગાંગુલીએ ટ્વીટ કર્યું, 'ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગલા બે વનડે મુકાબલા શાનદાર થશે. આ ભારતીય ટીમ ઘણી મજબૂત છે. મેદાનમાં માત્ર એક દિવસ ખરાબ હોવાના કારણે આવું થયું છે. ટીમ પહેલા પણ આવી સ્થિતિમાં રહી છે અને આપણે બે વર્ષ પહેલા 0-2થી પાછળ રહ્યા બાદ વાપસી કરી હતી. મારી શુભકામના.'

જણાવી દઈએ કે બીજી વનડે મેચ 17 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજો મુકાબલો 19મી જાન્યુઆરીએ બેંગ્લોરમાં રમાશે. જણાવી દઈએ કે રાજકોટમાં બીજી વન ડેમાં ઋષભ પંતને સામેલ કરવામાં આવ્યો નથી. પહેલી વનડે મેચ દરમિયાન માથામાં બોલ લાગી હતી જે બાદ તે ફીલ્ડિંગ માટે નહોતો ઉતર્યો. આજે બીસીસીઆઈએ જણાવ્યું કે તેમને 72 કલાક દેખરેખમાં રાખવામાં આવશે અને બીજી મેચમાં ટીમનો ભાગ નહિ બને.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X