For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભજ્જીને ઝટકો, પંજાબ સરકાર નહીં બનાવે ડીએસપી

|
Google Oneindia Gujarati News

harbhajan singh
ચંદીગઢ, 28 ઑક્ટોબરઃ ટીમ ઇન્ડિયાના ટર્બનેટર હરભજન સિંહનો સમય હાલ ખરાબ ચાલી રહ્યો છે. સૌથી પહેલા બીસીસીઆઇએ કરારમાં તેને એ ગ્રેડમાંથી બી ગ્રેડમાં ધકેલી દીધો અને હવે એવા સમાચાર છે કે પંજાબ સરકારે હરભજન સિંહને ડીએસપી બનાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

નોંધનીય છે કે 2002માં પંજાબ સરકારે તેને પંજાબ પોલીસમાં ડીએસપીની નોકરીની ઓફર કરી હતી પરંતુ ત્યારે તે ટોપ ફોર્મમાં ચાલી રહ્યો હતો તેથી ભજ્જીએ આ ઓફરને વધારે મહત્વ આપ્યું નહોતુ. હવે હરભજન ડીએસપીની નોકરી જોઇન કરવા માંગે છે પરંતુ હવે પંજાબ સરકાર તૈયાર નથી.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પંજાબના ઉપ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે હરભજનની ફાઇલ પર નકારાત્મક ટિપ્પણી કરી છે. જો કે, હજુ પંજાબ સરકાર તરફથી કોઇ આધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી.

English summary
After bcci demoted Grade A to B of Harbhajan Singh another shock to him by fall back on the option of serving the Punjab police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X