• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સચિનની જાહેરાત, 200મી ટેસ્ટ બાદ લેશે નિવૃત્તિ

By Super
|

મુંબઇ, 10 ઓક્ટોબરઃ ક્રિકેટના સૌથી મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે આખરે ક્રિકેટના મેદાનને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે ગુરુવારે નિવૃત્તિની ઘોષણા કરતા કહ્યું કે, ઘરેલુ મેદાન પર તેમની 200મી ટેસ્ટ મેચ તેમની આંતરરાષ્ટ્રિય ક્રિકેટની અંતિમ મેચ હશે.

આ વાત ભારતીય ક્રિકેટ બોર્ડએ એક પ્રેસ રીલીઝમાં કહી છે. જે અનુસાર સચિને પોતાની નિવૃત્તિની જાહેરાત બોર્ડને પત્ર થકી જણાવી છે. તેમની 200મી ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાશે. આ મેચ મુંબઇ અથવા તો કોલકતામાંથી કોઇ એક સ્થળે રમાવાની છે.

સચિને બીસીસીઆઇને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે, મે મારા આખા જીવનમાં એક જ સ્વપ્ન જોયું છે અને એ છે ભારત માટે રમવાનું. છેલ્લા 24 વર્ષથી હું આ સ્વપ્ન જીવતો આવ્યો છું. ક્રિકેટ વગરના જીવનની કલ્પના કરવી મારા માટે અઘરી છે, કારણ કે હું 11 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમતો આવું છું. મારા માટે એ એક સન્માનજનક વાત છે કે મને આખા વિશ્વમાં મારા દેશને પ્રસ્તૃત કરવાની તક મળી. હું હવે આગળ વિચારી રહ્યો છું અને મારી 200મી ટેસ્ટ મેચ મારા હોમગ્રાઉન્ડમાં રમવા માંગુ છું અને ત્યારબાદ નિવૃત્તિ લઇશ. તો ચાલો તસવીરો થકી જાણીએ સચિને વધુમાં શું કહ્યું અને તેની સાથે જોડાયેલી કેટલીક યાદગાર બાબતો.

માસ્ટર બ્લાસ્ટર સચિનની ફાયરબ્રાન્ડ ઇનિંગ્સ
આ રીતે નંખાયો સચિનને ગોડ ઓફ ક્રિકેટ બનાવવાનો પાયો

બીસીસીઆઇનો માન્યો આભાર

બીસીસીઆઇનો માન્યો આભાર

હું બીસીસીઆઇનો આભાર માનું છુ કે જેણે મને સપોર્ટ કર્યો, હું મારા પરિવારનો આભાર માનું છું, હું મારા ફેન્સ અને શુભચિંતકોનો આભાર માનું છુંકે જેમણે હંમેશા મારું પ્રદર્શન સારું રહે તે માટે પ્રાર્થના કરી અને મને શક્તિ પૂરી પાડી.

2011ના વિશ્વકપ જીતનાર ટીમનો હિસ્સો

2011ના વિશ્વકપ જીતનાર ટીમનો હિસ્સો

સચિન 2011નો વિશ્વકપ જીતનારી ટીમનો ભાગ બન્યા તો એ જ વર્ષે તેમની મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલનો ખિતાબ જીતી.

ચેમ્પિયન્સ લીગ ટી20

ચેમ્પિયન્સ લીગ ટી20

સચિન માટે આ આયોજન વ્યક્તિગત રીતે ખાસ રહ્યું નહીં કારણ કે પાંચ ઇનિંગમાં સચિન 15, 5, 0, 35 અને 15 રન જ બનાવી શક્યા, પરંતુ તેમની ટીમ ફાઇનલમાં પહોંચી અને રાજસ્થાન રોયલ્સને હરાવીને ખિતાબ પણ જીતી લીધો.

કિસ્મત સચિન પર મેહરબાન

કિસ્મત સચિન પર મેહરબાન

કિસ્મત સચિન પર એટલી મહેરબાન છે કે, ત્રણ વર્ષ પહેલાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, સચિનની કારકિર્દી વિશ્વકપ ખિતાબ વગર જ સમાપ્ત થઇ જશે, પરંતુ હવે તેમની કારકિર્દીમાં ત્રણ મોટા ખિતાબ સામેલ થઇ ગયા છે. એટલું જ નહીં, તે ટીમમાં હતા ત્યારે ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચી હતી.

રાહુલ સાથે અંતિમ મેચ

રાહુલ સાથે અંતિમ મેચ

આ અંતિમવાર હતું કે જ્યારે સચિન અને રાહુલ એક સાથે રમ્યા. રાહુલનું કહેવું છે કે, સચિન તેમના પ્રેરણાસ્ત્રોત હતા. જ્યારે સચિન, રાહુલ દ્રવિડને નંબર ત્રણનો સર્વશ્રેષ્ઠ ખેલાડી માને છે.

અનેક સિદ્ધિઓ મેળવી

અનેક સિદ્ધિઓ મેળવી

સચિને પોતાની કારકિર્દીમાં લગભગ એ તમામ સિદ્ધિઓ હાંસલ કરી છે, જે કોઇપણ ક્રિકેટર માટે એક સ્વપ્ન સમાન હોય છે. છેલ્લે તે એશિયાનો પહેલો 50 હજાર રન કરનાર ખેલાડી પણ બની ગયો છે.

lok-sabha-home

English summary
Sachin Tendulkar has contacted the President, BCCI, and has requested the BCCI to release the following statement to the Media, on his behalf

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more