For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂનિયર તેંડુલકરની ધમાલ, 42 બોલમાં બનાવ્યા 118 રન

|
Google Oneindia Gujarati News

કહેવાય છેને કે મોરના ઇંડાને ચિતરવા ન પડે, ભારતીય અને વિશ્વ ક્રિકેટના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે એ વાતને સાર્થક કરી આપી છે. મુંબઇમાં અન્ડર 16 બોય્ઝ કેટેગરીની સ્કૂલ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં તેણે 42 બોલમાં 118 રન ફટકારી પોતાની ટીમ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલને સેમી ફાઇનલમાં પહોંચાડી દીધી છે. આ સ્મૈશ માસ્ટર બ્લાસ્ટર ટૂર્નામેન્ટમાં તેણી ઇનિંગ ધમાકેકાર રહી છે. નોંધનીય છેકે, સચિન તેંડુલકર ગેમિંગ સેન્ટર સ્મૈશના બ્રાન્ડ એમ્બેસેડર છે. જ્યાં અનેક પ્રકારની વર્ચુઅલ ગેમ્સ રમાડવામાં આવે છે.

અહીં અનેક પ્રકારની ક્રિકેટ નેટ છે, જે વર્ચુઅલ અને રિયલ ગેમિંગનું કોમ્બિનેશન છે, જેમાં નેટ જેટલી સ્પેસની સામે એક સ્ક્રીન લાગેલી હોય છે. તેમાં એક બોલર દોડતો દર્શાવવામાં આવે છે અને બોલ ફેંકે છે. ત્યારબાદ સ્ક્રીન પાસે બનેલી એક હોલ મશીનમાંથી બોલ ફેંકવામાં આવે છે, જેનો સામનો બેટ્સમેને કરવાનો હોય છે. સ્મૈશ માસ્ટર બ્લાસ્ટર ટૂર્નામેન્ટ નામની આ ટૂર્નામેન્ટમાં મુંબઇમાંથી 102 સ્કૂલોએ ભાગ લીધો હતો. ખાસ વાત એ છેકે ટૂર્નામેન્ટમાં એવોર્ડ આપવાનું કામ સચિનનું હતું.

સચિને કર્યું ટ્વીટ

સ્મૈશમાં પોતાની 42 બોલરમાં 118 રનની ઇનિંગ દરમિયાન એક્શનમાં અર્જુન તેંડુલકર.

અન્ડર 16માં રમશે અર્જુન

અન્ડર 16માં રમશે અર્જુન

મુંબઇ ક્રિકેટ એસોસિએશનની અન્ડર 16 સિલેક્શન ટૂર્નામેન્ટ મેચો કે જે 23 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે, તેમાં અર્જુન તેંડુલકરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોલી ઉમરિગર ઇલેવન તરફથી રમશે

પોલી ઉમરિગર ઇલેવન તરફથી રમશે

અર્જુન તેંડુલકર આ ટૂર્નામેન્ટમાં પોલી ઉમરિગર ઇલેવન તરફથી રમશે, આ ઉપરાંત ખંડુ રાગ્નેકર ઇલેવન, સુનિલ ગાવસ્કર ઇલેવન અને એકનાથ સોલ્કર ઇલેવન ટીમો પણ ભાગ લઇ રહી છે.

સચિને અર્જુન પર દબાણ નહીં લાવવા કરી હતી અરજ

સચિને અર્જુન પર દબાણ નહીં લાવવા કરી હતી અરજ

સચિને પોતાની નિવૃત્તિ સમયે કહ્યું હતું કે અર્જુનને તેની રીતે રમવા દો અને તેના પર કોઇપણ પ્રકારનું દબાણ ના કરો મારા પુત્રએ હજુ પોતાની કારકિર્દી શરૂ જ કરી છે અને તે માત્ર 14 વર્ષનો છે અને તેને એ રીતે જ આગળ વધવા દો.

English summary
Arjun Tendulkar, son of batting legend Sachin Tendulkar, blasted a 42-ball 118 in the Smaaash Master Blaster School Cricket Championship here in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X