ગુજરાતના ઇતિહાસને ઊજાગર કરે છે ભુજના આ આકર્ષણો...
અમે આપને અમારા ઘણા લેખો થકી ગરવા ગુજરાતની ભવ્યતા, સુંદરતા અને તેની સંસ્કૃતિથી પરિચિત કરાવી ચૂક્યા છીએ. સાથે જ અમે આપને છેલ્લા ઘણા લેખોમાં આપને એ પણ જણાવ્યું છે કે આજે ભારતના ગુજરાત રાજ્યની ગણના એ રાજ્યોમાં થાય છે જ્યાં દરવર્ષે લાખો વિદેશી પ્રવાસીઓ આવે છે જેના પગલે આજે આ રાજ્ય પ્રવાસનનું હબ બની ગયું છે. તો આજે આ જ ક્રમમાં અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ ગુજરાતના એક એવા ડેસ્ટિનેશનથી જેને રાજહંસોનું વિશ્રામ ગૃહ પણ કહેવામાં આવે છે.
- 'ઇનક્રેડિબલ ઇન્ડિયા'ના ટોપ સનસેટ સ્પોટ જુઓ તસવીરોમાં..
- ક્યારેક સૌરાષ્ટ્રનું પાટનગર રહેલા રાજકોટમાં શું છે જોવા જેવું...
- જૈનો માટે પાલીતાણાના દેરાસરો છે સૌથી પવિત્ર, એક યાત્રા
- જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું ચોરવાડના દરિયા કિનારે...
અમે વાત કરી રહ્યા છીએ ભુજની. ભુજ ઊંડી ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા વાળુ એક પ્રમુખ શહેર છે જે કચ્છનો મુખ્ય જિલ્લો પણ છે. આપને બતાવી દઇએ કે આ શહેરનું નામ પહાડી ભુજીઓ ડુંગરના નામ પર પડ્યું છે, જે શહેરના પૂર્વ ભાગોમાં સ્થિત છે અને આ વિશાળ નાગ ભુજંગનું સ્થાન માનવામાં આવે છે. તેને સમર્પિત એક મંદિર આ પહાડીની ચોટી પર સ્થિત છે.
- ભારતના લોકપ્રિય અને અનોખા બ્રિઝ જુઓ એક્સક્લૂસિવ તસવીરોમાં
- ટ્રાવેલ ફોટોગ્રાફીના શોખીનો માટે મક્કા છે આપણું ભારત, જુઓ તસવીરો
- ધોળકા: સ્વયંભૂ પ્રગટ્યા હતા દાદા એટલે ગામનું નામ પડ્યું ગણેશપુરા
- દક્ષિણ ભારતના આ હિલ સ્ટેશન છે પ્રવાસન માટેનું ઉત્તમ સ્થળ
કહેવામાં આવી શકે છે કે પોતાના શરૂઆતી પ્રવાસથી જ ભુજે ઇતિહાસકારો અને વાસ્તુના જાણકારોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. હવે જો વાત આ શહેરમાં પ્રવાસનની કરવામાં આવે તો આ શહેરમાં એવું ઘણું છે જેને જોવા માટે પ્રવાસીઓ અત્રે આવે છે. તો આવો આ લેખ થકી જાણીએ કે પ્રવાસીઓને પોતાની ભુજ યાત્રા દરમિયાન શું-શું ચોક્કસ જોવું જોઇએ.
ભુજ યાત્રા કરો તસવીરોમાં..

શરદ બાગ પેલેસ
અત્રે આવેલું શરદ બાગ પેલેસ જોવા જેવું છે. 1991માં જ્યારે કચ્છના છેલ્લા રાજા મદનસિંહનું નિધન થયું ત્યાં સુધી આ મહેલ રાજાનું નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતું હતું. જોકે હાલમાં આ મહેલને સંગ્રહાલય બનાવી દેવામાં આવ્યો છે. તેમાં ઘણી સપુષ્પી અને ઔષધિય વનસ્પતિ છે. અત્રે એકવાર મુલાકાત ચોક્કસ લેવી જોઇએ.
ફોટો કર્ટસી- Gujarat Tourism

રામકુંડ વાવ
જો આપ કચ્છ સંગ્રહાલય અથવા ભુજના રામ ધુન મંદિરની પાસે હોવ, તો થોડેક જ દૂર જઇને આ વાવની મુલાકાત ચોક્કસ લેજો. અત્રે તળાવમાં આપને પ્રમુખ હિન્દુ દેવી દેવતાઓના સુંદર ચિત્ર જોવા મળશે.
ફોટો કર્ટસી - Gujarat Tourism

પ્રાગ મહેલ
પ્રાગ મહેલ 19મી સદીની એક સુંદર ઇટેલિયન-ગોથિક શૈલીની ઇમારત છે જે દરેક વર્ષે લાખો પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. જો આપ ભારતના પ્રાચીન વારસાને જોવા અને સમજવા ઇચ્છતા હોવ તો અત્રે ચોક્કસ આવો.
ફોટો કર્ટસી - Gujarat Tourism

અરિસા મહેલ
ભુજમાં હમીરસાર તળાવની ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થિત 'દર્પણના હોલ' અરિસા મહેલ એક અદભુત ઇમારત છે. 18મી સદી દરમિયાન તેને બનાવવામાં આવ્યું હતું, આકર્ષક રીતે ભારત અને યૂરોપીય શૈલીનું એક મિશ્રિત રૂપ છે.
ફોટો કર્ટસી - calliopejen

ભારતીય સંસ્કૃતિ દર્શન
કચ્છ લોકકળા અને શિલ્પની એક વિસ્તૃત શ્રેણીના પ્રદર્શન માટે એક કેન્દ્ર, ભારતીય સંસ્કૃતિ દર્શન કોલેજ રોડ પર સ્થિત છે. સોમવારે સિવાય બધા જ દિવસે ખુલ્લુ રહેનારુ આ સંગ્રહાલયમાં ગુજરાતની વિવિધ ક્ષેત્રોની કલાના દૂર્લભ અંશો છે.
ફોટો કર્ટસી - Gujarat Tourism

ભૂજોડી
કળા પ્રેમિયોને આ સ્થળથી પ્રેમ થઇ જશે. ભુજથી 8 કિમી આગળ એક નાનકડા કસ્બા જેવું છે, જ્યાં મોટાભાગે સ્થાનીય લોકો કારીગર છે. અત્રે કચ્છનું ટેક્સટાઇલ હબ છે, જ્યાં આવનારા લોકોને આ પ્રકારના કારીગર, વણકર અને બ્લોક પ્રિંટર્સ જોવા મળે છે.
ફોટો કર્ટસી - Gujarat Tourism

બ્લેક હિલ્સ (કાળો ડુંગર)
એક શાંત અને રહસ્યમય સ્થળ, કાળી પહાડિયો ખાવડાના ઉત્તરમાં 25 કિમી દૂર સ્થિત છે. આ કચ્છનું સૌથી ઊંચુ સ્થાન પણ છે. જ્યાંથી આપ રણના એક સુંદર દ્રશ્યને જોઇ શકો છો.
ફોટો કર્ટસી - Gujarat Tourism

ધમડકા
ભુજમાં ઘણા રોમાંચક અને પ્રસિદ્ધ ગામડાઓ આવેલા છે, જે હસ્તશિલ્પ અને વસ્ત્રોના ગઢ માનવામાં આવે છે. ધમડકા પણ તેમાંથી જ એક છે. અત્રે ભુજના પૂર્વ તરફ લગભગ 50 કિમીના અંતર પર સ્થિત એક શહેર છે, આ આકર્ષક અઝરખ બ્લોક મુદ્રણ ટેકનીકમાં નિપુણ કારીગરોનું એક કેન્દ્ર છે.
ફોટો કર્ટસી - Gujarat Tourism

કેરા
ભુજથી દક્ષિણ તરફ 22 કિલોમીટર દૂર કેરા આવેલું છે, જ્યાં 'સોલંકી શાસકોના યુગ'નું ભગવાન શિવનું એક મંદિર છે. મંદિરનો એક પ્રમુખ ભાગ 1819માં આવેલા ભૂકંપ દરમિયાન નષ્ટ થઇ ગયો હતો.
ફોટો કર્ટસી - Gujarat Tourism

કચ્છ સંગ્રહાલય
કોઇ સંગ્રહલાયમાં આપ જે જોવા માગો છો, તે બધુ જ આ સંગ્રહલાયમાં મળશે. ચિત્રોથી લઇને સિક્કા સુધી, સંગીત વાદ્યયંત્રથી લઇને કલાત્મક નક્કાશી મૂર્તિઓ સુધી અને પ્રાચીન લિપિ અને કળાકૃતિઓ અત્રે જોઇ શકાય છે.
ફોટો કર્ટસી - Gujarat Tourism

સ્વામીનારાયણ મંદિર
ભુજમાં રામકુંડ વાવની પાસે સ્થિત, સ્વામીનારાયણ મંદિરમાં એક સુંદર વાતાવરણ છે. દેશમાં અન્ય સ્વામીનારાયણ મંદિરોની જેમ અત્રે પણ પૂજાની જગ્યાની ચારે બાજુ ભગવાન કૃષ્ણ અને રાધાની વિભિન્ન રંગીન લાકડાની મૂર્તિઓ સ્થાપિત છે.
ફોટો કર્ટસી - Gujarat Tourism

સુમસાન સીડિયો
સુંદર પ્રાગ મહેલની બહાર લાગેલી સુમસાન સીડીઓની એ તસવીર જેમની સુંદરતા કોઇને પણ મંત્ર-મુગ્ધ કરી દે.
ફોટો કર્ટસી - nevil zaveri

રોયલ મકબરા
આપ જ્યારે પણ ભુજ જાવ ત્યાંના આ સુંદર મકબરા જોવાનું ના ભૂલતા. આજે પણ આ મકબરા આપને વીતિ ગયેલા ઇતિહાસની દાસ્તાન સંભળાવશે.
ફોટો કર્ટસી - Gujarat Tourism

ભારતના ટોપ 6 દિવાળી ડેસ્ટિનેશન, અહીં એન્જોય કરો આપના તહેવારો
ભારતના ટોપ 6 દિવાળી ડેસ્ટિનેશન, અહીં એન્જોય કરો આપના તહેવારો, તસવીરોમાં જોવા માટે ક્લિક કરો...