For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Garuda Purana : હંમેશા રહેવું છે સુખી, આજે જ છોડી દો આ આદતો

Garuda Purana : સામાન્ય રીતે તમે ગરૂડ પૂરાણમાં સજાઓના ઉલ્લેખ વિશે જાણો છો, પણ ગરૂડ પૂરાણમાં ઘણી બધી અન્ય બાબતો જણાવવામાં આવી છે. જેમાં ભૌતિક સુખ-સવિધાઓની પ્રાપ્તિ કરવા માટેના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Garuda Purana : હિંદુ ધર્મમાં કુલ 18 પૂરાણો છે. જેમાં ગરૂડ પૂરાણને મહાપૂરાણ કહેવામાં આવ્યું છે. કારણ કે, ગરૂડ પૂરાણ જન્મ, મૃત્યુ અને મૃત્યુ બાદ આત્માના પ્રવાસ અંગે ઘણી મહત્વની વાતો જણાવે છે. આ સાથે ગરૂડ પૂરાણમાં સ્વર્ગ-નર્કની ઘારણા, પાપ-પુણ્ય, કર્મોનું ફળ જેવી બાબતોની ચર્ચા વિસ્તારપૂર્વક કરવામાં આવી છે.

Garuda Purana

આ સાથે ગરૂડ પૂરાણમાં જીવન જીવવા સાથે જોડાયેલી ઘણી વાતો પણ જણાવવામાં આવી છે. ચાલો જાણીએ એવી કેટલીક આદતો વિશે જે તમારે આજે જ છોડી દેવી જોઇએ.

ગરુડ પુરાણ અનુસાર સફળતા મળવાની પાછળનું કારણ મનુષ્યની ક્રિયાઓ છે. જીવનમાં તેમના દ્વારા કરવામાં આવેલી ભૂલોને કારણે તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.

કોઈને અપમાનિત કરવાનો પ્રયાસ કરશો નહીં

કોઈને અપમાનિત કરવાનો પ્રયાસ કરશો નહીં

જે પછી ભલે તમે જીવનમાં કેટલા સફળ બનો. ઘણા પૈસા કમાઓ, પરંતુ ક્યારેય કોઈને અપમાનિત કરવાનો પ્રયાસ કરશો નહીં. ઘણીવાર એવું જોવા મળે છે કે, અમીર લોકો બીજાને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે. ગરુડ પુરાણ અનુસાર આવું કરવું યોગ્ય નથી માનવામાં આવતું. માતા લક્ષ્મી ગુસ્સે થઈને આવા લોકોથી દૂર થઈ જાય છે.

પૈસાનો લોભ ન કરોવો જોઇએ

પૈસાનો લોભ ન કરોવો જોઇએ

ગરુડ પુરાણ અનુસાર, જે લોકો પૈસાના લોભી હોય છે, તેઓ ક્યારેય ખુશ નથી રહી શકતા. બીજી તરફ જે લોકો બીજાની સંપત્તિ હડપ કરવાનો પ્રયાસ કરે છે, આવા લોકોને કોઈ જન્મમાં સંતોષ મળતો નથી.

બીજાની નિંદા કે ટીકા ન કરવી

બીજાની નિંદા કે ટીકા ન કરવી

ગરુડ પુરાણ અનુસાર બીજાની નિંદા કે ટીકા કરવી એ પાપ છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ હંમેશા પોતાના કામ પ્રત્યે ચિંતિત રહેવું જોઈએ. આવા લોકો જીવનમાં સફળ નથી થઈ શકતા.

સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ

સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ

ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિએ હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અને ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. આવા ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે, જ્યાં સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે.

રાત્રે ન ખાવું જોઈએ દહીં

રાત્રે ન ખાવું જોઈએ દહીં

દહીં સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, પરંતુ ગરુડ પુરાણ મુજબ દહીં ક્યારેય પણ રાત્રે ન ખાવું જોઈએ. એવી માન્યતા છે કે, રાત્રે દહીંનું સેવન કરવાથી આયુષ્ય ઓછું થાય છે.

English summary
Garuda Purana : Always be happy, give up these habits today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X