For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નહિ છૂપાઈ શકે તમારી ખૂબીઓ, જો કુંડળીના આ ભાગમાં હશે વધુ ગ્રહ

અમુક લોકો એવા હોય છે જે પ્રતિભાશાળી તો હોય છે પરંતુ તેની ખૂબીઓ વિશે લોકોને ખૂબ મોડેથી ખબર પડે છે. આનુ કારણ જાણો અહીં...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયામાં વ્યક્તિને તેની ખૂબીઓના આધારે જ સમ્માન મળે છે માટે લોકો બીજાની સામે પોતાની ખૂબીઓ જ વ્યક્ત કરવાની કોશિશ કરે છે. જો કે અમુક લોકો એવા છે જેમની ખૂબીઓ દુનિયા સામે સરળતાથી વ્યક્ત થઈ જાય છે અને આનાથી ઉલટુ અમુક લોકો એવા પણ હોય છે જે પ્રતિભાશાળી તો હોય છે પરંતુ તેની ખૂબીઓ વિશે લોકોને ખૂબ મોડેથી ખબર પડે છે. આનુ કારણ કુંડળીના બે વિશેષ ભાગોમાં ગ્રહોની સ્થિતિ હોય છે. અમે અહીં આ બંને ભાગો વિશે જણાવી રહ્યા છે...

kundli

અદ્રશ્ય ભાગ

એક જન્મ કુંડળીમાં 12 ભાવ હોય છે. આમાંથી પહેલા ભાવથી 7માં ભાવ સુધીના ભાગને અદ્રશ્ય ભાવ કે અદ્રશ્યાર્ધ કહેવાય છે. આ ભાગમાં વધુ ગ્રહો હોય તો આવા લોકોની ખૂબીઓ કે કમીઓ છૂપાયેલી રહે છે અથવા તો આના વિશે સરળતાથી ખબર પડતી નથી. વળી, આવા લોકો પોતાની ખૂબીઓ કે કમીઓને દુનિયા સામે જલ્દી વ્યક્ત નથી કરતા. આને કંઈક એ રીતે પણ કહી શકાય કે, જેમ કે - કોઈ ક્લાસમાં શિક્ષક દ્વારા સવાલ પૂછવા પર સૌથી છેલ્લે હાથ ઉઠાવવો કે કોઈ બીજા દ્વારા જવાબ આપવાની રાહ જોવી. જો કે ખૂબીઓ વધુ હશે કે કમીઓ તે આ ભાગમામં ગ્રહોની યુતિ કે જ્યોતિષીય યોગો પર નિર્ભર કરે છે.

દ્રશ્ય ભાગ

કુંડળીમાં 7માં ભાવથી આગળ પહેલા ભાવ સુધીના ભાવને દ્રશ્ય ભાગ કે દ્રશ્યાર્ધ કહેવાય છે. આ ભાગમાં વધુ ગ્રહો સ્થિત હોવા પર વ્યક્તિની ખૂબીઓ દુનિયા સામે ઘણી જલ્દી વ્યક્ત થઈ જાય છે. આવા વ્યક્તિ બહુમુર્ખી હોય છે અથવા જાતે જ બધાની સામે ખૂબીઓ વ્યક્ત કરી દે છે અથવા વધારી-વધારીને પોતાના વિશે જણાવે છે. જો કે આ વાત ખૂબીઓ સાથે-સાથે કમીઓ કે બુરાઈઓ પર પણ લાગુ થાય છે.

English summary
What is the Drashya and Adrashya part of Horoscope. Know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X