For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરીક્ષામાં પૂછ્યુ ચંદ્ર પર કોણે મૂક્યો પહેલો પગ, બાળકે લખ્યુ - બાહુબલી, શિક્ષકે આપ્યા ડબલ માર્કસ

હાલમાં ઈન્ટરનેટ પર એક આવી જ ઘટના જોરદાર વાયરલ થઈ રહી છે. વાંચો વિગત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર પણ ઘણી વાર મઝાની ઘટનાઓ ચર્ચામાં છવાયેલી રહે છે. હાલમાં ઈન્ટરનેટ પર એક આવી જ ઘટના જોરદાર વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં આ એક બાળકનુ પરીક્ષાનુ પેપર છે. જેમાં તેણે શિક્ષક દ્વારા પૂછવામાં આવેલા એક સવાલનો રમૂજી અને ખૂબ જ ટ્રિકી જવાબ આપ્યો છે. જેના જવાબને જાણ્યા બાદ લોકો એ બાળકના દિમાગની જોરદાર પ્રશંસા પણ કરી રહ્યા છે. તમે પણ તેનો જવાબ વાંચીને ખુશ થઈ જશો.

જવાબથી ખુશ થઈને શિક્ષકે બાળકને પાંચમાંથી 10 ગુણ આપી દીધા

જવાબથી ખુશ થઈને શિક્ષકે બાળકને પાંચમાંથી 10 ગુણ આપી દીધા

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક ક્લાસની ટેસ્ટ કૉપી વાયરલ થઈ રહી છે. જેમાં એક સવાલ લખ્યો છે કે ચંદ્ર પર પગ મૂકનાર પહેલો વ્યક્તિ કોણ હતો? આના પર બાળકે જવાબમાં લખ્યુ - બાહુબલી. મઝાની વાત તો એ છે કે આ જવાબથી ખુશ થઈને શિક્ષકે બાળકને પાંચમાંથી 10 ગુણ આપી દીધા. તમે વિચારતા હશો કે આ કેવી મજાક છે, બાળકે ખોટો જવાબ આપ્યો તેમછતાં શિક્ષકે આવુ કેમ કર્યુ?

ખૂબ ટ્રિકી હતો જવાબ

ખૂબ ટ્રિકી હતો જવાબ

તમે વિચારતા હશો કે બાહુબલી લખવા પર પણ શિક્ષકે તેને વધુ ગુણ કેમ આપ્યા? કારણકે ચંદ્ર પર પગ મૂકનાર પહેલો વ્યક્તિ તો અમેરિકી અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ હતો. શિક્ષકે બાળકને ડબલ ગુણ એટલા માટે આપ્યા કારણકે બાળકે ઘણુ સમજી વિચારીને જવાબમાં બાહુબલી લખ્યુ હતુ. બાળકો પોતાના જવાબ સાથે જવાબની નીચે પોતાનુ આખુ એક્સપ્લેનેશન આપ્યુ છે.

સૌ કોઈ કરી રહ્યા છે બાળકની પ્રશંસા

સૌ કોઈ કરી રહ્યા છે બાળકની પ્રશંસા

ટેસ્ટ કૉપી પર સવાલ છે - ચંદ્ર પર પગ મૂકનાર પહેલો વ્યક્તિ કોણ હતો? જવાબમાં લખ્યુ છે - બાહુબલી. તેની નીચે લખ્યુ છે, બાહુ- Arm, બલી - Strong. આ રીતે જોઈએ તો તેનો જવાબ થયો આર્મસ્ટ્રોંગ કે જે સાચો જવાબ છે. પરંતુ બાળકે તેને એક સ્ટાઈલથી લખ્યો જેના માટે શિક્ષકે તેને વધારાના 5 ગુણ આપ્યા. આ ફોટો આઈપીએસ અધિકારી રુપિન શર્માએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે.

English summary
Who took the first step on the moon, child wrote Bahubali, teacher gave double numbers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X