For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૈસા ડબલ કરવા માટે રોકાણના છ નિયમ

પૈસા ક્યાં રોકવા તેના માટે તમને ઘણી સલાહ મળશે, ભવિષ્યમાં પૈસા કેવી રીતે વધશે તેની રીત પણ ઘણા લોકો બતાવશે, પરંતુ આ સલાહ તમારા પૈસાની સાચી ગણતરી કરવામાં નિષ્ફળ છે.

|
Google Oneindia Gujarati News

પૈસા ક્યાં રોકવા તેના માટે તમને ઘણી સલાહ મળશે, ભવિષ્યમાં પૈસા કેવી રીતે વધશે તેની રીત પણ ઘણા લોકો બતાવશે, પરંતુ આ સલાહ તમારા પૈસાની સાચી ગણતરી કરવામાં નિષ્ફળ છે.

એક સામાન્ય વ્યક્તિ જાણવા ઈચ્છે છે, કે તેણે રોકેલા પૈસાનું શું થયું ? પૈસા ક્યારે ડબલ થશે, ક્યારે ત્રણ ગણા ? એક સ્થિર ભવિષ્ય માટે કેટલી બચત કરવી જોઈએ ? આ સવાલોના જવાબ મેળવવા માટે ગણિતના નિયમો લાગુ પડે છે. તો લઈ લો કેલ્ક્યુલેટર અને શરૂ કરો ગણતરી ધ્યાન રાખો કે આ માત્ર અનુમાન છે, વ્યાજ દર વધશે તો આ અનુમાન લાગુ નહીં થાય.

1.72નો નિયમ

1.72નો નિયમ

આ નિયમ સાધારણ રીત છે, જેનાથી તમે જાણી શક્શો કે તમે રોકેલા પૈસા વ્યાજ સાથે ક્યારે ડબલ થશે. જે વાર્ષિક વ્યાજ દર છે. તેને 72 વડે ભાગશો તો ખબર પડી જશે કે તમારી રકમ કેટલા વર્ષમાં બમણી થશે. દાખલ તરીકે વાર્ષિક વ્યાજ દર 8 ટકા છે, અને તમે 1000 રૂપિયા રોક્યા છે તો 72/2= 9 વર્ષ લાગશે. એટલે કે 9 વર્ષમાં તમારા રોકેલા 1 હજાર 2 હજાર થઈ જશે.

2.114નો નિયમ

2.114નો નિયમ

આ નિયમ દર્શાવે છે કે તમારા પૈસા ક્યારે ત્રણ ગમા થશે. 72ના નિયમની જેમજ 114માં પણ વ્યાજ દરનો ભાગાકાર કરવાનો હોય છે. જે જવાબ મળશે તેટલા વર્ષમાં તમારી રકમ ત્રણ ગણી થઈ જશે. જો 1 હજાર રૂપિયા રોક્યા છે તો 114/8= 14.25 વર્ષમાં તમારી રકમ 3 હજાર થઈ જશે.

3.144નો નિયમ

3.144નો નિયમ

જો તમારે એ જાણવું છે કે તમે રોકેલી રકમ ચાર ગણી ક્યારે થશે તો વ્યાજદરને 144 વડે ભાગો. આ નિયમ પણ અન્ય નિયમો જેવો જ છે. જે જવાબ આવશે તેટલા વર્ષમાં તમારા પૈસા ચાર ગણા થઈ જશે.

4. નિયમ 50:20:30

4. નિયમ 50:20:30

આ નિયમ યુવાનોને પોતાની આવકની સાચી ગણતરી કરવામાં ઉપયોગી છે. આ નિયમ અનુસાર ટેક્સ વગેરે કપાઈને મળતી કુલ સેલરીમાંથી 50 ટકા રકમ ચૂકવણી, ખોરાકના ખર્ચા વગેરે પર ખર્ચ થાય છે. બાકીના 20 ટકા ટૂંકા ગાળાના ટાર્ગેટ પૂરા કરવામાં થાય છે. અને ઈમરજન્સી માટે રખાય છે. તેના બાદ જે બચે છે તે લાંબા સમય માટે રોકાણ કરવા યોગ્ય છે. આ નિયમ યાદ રાખીને તમે સારી બચત કરી શકો છો.

5.100 માઈનસ તમારી ઉંમર

5.100 માઈનસ તમારી ઉંમર

આ નિયમ તમને જણાવે છે કે તમે તમારી ઉંમર અનુસાર કેટલુ જોખમ લઈ શકો છો. આ નિયમ મુજબ તમારી ઉંમરમાંથી 100 બાદ કરો અને જે જવાબ આવે તેટલા ટકા પંડ તમે ઈક્વિટીમાં રોકી શકો છો.

દાખલા તરીકે તમે દર મહિને 5 હજારનું રોકાણ કરો છો, તમારી ઉંમર 20 વર્ષ છે તો 100માંથી 20 બાદ કરો એટલે કે તમે 5 હજારના 80 ટકા ઈક્વિટીમાં રોકાણ કરી શોક છો. અને બાકીનું સુરક્ષિત રોકાણ કરી શકો છો. આનો અર્થ છે કે જોખમથી બચવા માટે તમે એક જગ્યાએ રોકાણ કરવાના બદલે અલગ અલગ જગ્યાએ રોકાણ કરો

6. ફ્યુચર વેલ્યુ

6. ફ્યુચર વેલ્યુ

જ્યારે તમે રોકાણ કરો છો તો ફુગાવાને પણ ધ્યાનમાં રાખો જોઈએ. આજના 10 હજારની આવનાર 10 વર્ષમાં શું કિમત રહેશે. તમારી ખરીદક્ષમતા પણ ઘટી જશે. જરૂરી છે કે તમે 10 હજાર રૂપિયાની ગણતરી ભવિષ્યના સંદર્ભમાં કરો. ફ્યુચર વેલ્યુ = વર્તમાન કિંમત (1+R/100)N ની ફોર્મ્યુલા છે. અહીં R નો અર્થ છે વાર્ષિક ફુગાવો અને N નો અર્થ છે તમારા લક્ષ્ય સુધી પહોંચવાનો સમય

English summary
6 Rules of Good Investment To Double Your Money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X