For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલસા ખાણ ફાળવણી રદ થતાં જાહેર ક્ષેત્રની બેંકોને 96000 કરોડનું નુકસાન થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 નવેમ્બર : પાવર પ્રોજેક્‍ટ્‍સ માટે કોલ બ્‍લોકની ફાળવણી રદ થવાને લીધે જાહેર ક્ષેત્રની બેંકોને રૂ. 96,484 કરોડનો ફટકો પડશે, એમ નાણા ખાતાના રાજય કક્ષાના પ્રધાન જયંત સિંહાએ મંગળવારે જણાવ્‍યું હતું.

વર્ષ 1993થી પાવર પ્‍લાન્‍ટ અને ઉદ્યોગોના અન્‍ય વપરાશકર્તાને ખાણની ફાળવણી કરવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાતાં સર્વોચ્‍ચ અદાલતે સપ્‍ટેમ્‍બરમાં 204 ખાણની ફાળવણી રદબાતલ જાહેર કરી હતી.

coal-1

સર્વોચ્‍ચ અદાલતે કેટલીક ખાણની ફાળવણી રદ કરતાં કોલસાના આધારે સંચાલિત પાવર પ્‍લાન્‍ટ્‍સની બેંકોએ ક્રેડિટ લંબાવી હતી. કોલસાની ખાણની ફાળવણી રદ થવાને કારણે પાવર પ્‍લાન્‍ટનું ઉત્‍પાદન પડવાની શક્‍યતાને પરિણામે જાહેર ક્ષેત્રની બેંકોને રૂપિયા 96,484 કરોડનો ફટકો પડવાનો અંદાજ છે

સિંહાએ આ માહિતી રાજયસભામાં પુછાયેલા એક સવાલના લેખિત જવાબમાં આપી હતી. તેમણે જવાબમાં જણાવ્‍યું હતું કે જો ઉત્‍પાદન બંધ થશે તો બેંકોએ પ્રોજેક્‍ટ માટે આપેલી રૂપિયા 96,484 કરોડની લોનની રકમ નહીં ચૂકવવામાં આવેલાં દેવાં તરીકે લેખવામાં આવશે કે કેમ તેનો કોઇ જવાબ નહોતો આપ્‍યો.

English summary
Coal Block Cancellation: Public Sector Banks May Lose 96,000 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X