For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટમાં 12 ટકા સ્ટાર્ટઅપ થઈ ચૂક્યા છે બંધ, 70%ની હાલત ખરાબઃ સર્વે

ભારતીય વાણિજ્ય તેમજ ઉદ્યોગ મહાસંઘ(ફિક્કી)એ ઈન્ડિયન એન્જલ નેટવર્ક(આઈએએન) સાથે એક સર્વેમાં જોયુ છે કે લૉકડાઉન અને કોરોનાથી દેશમાં સ્ટાર્ટઅપ પર બહુ વધુ અસર પડી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વાણિજ્ય તેમજ ઉદ્યોગ મહાસંઘ(ફિક્કી)એ ઈન્ડિયન એન્જલ નેટવર્ક(આઈએએન) સાથે એક સર્વેમાં જોયુ છે કે લૉકડાઉન અને કોરોનાથી દેશમાં સ્ટાર્ટઅપ પર બહુ વધુ અસર પડી છે. દેશમાં બહુ મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ આનાથી પ્રભાવિત છે. 12 ટકા તો સંપૂર્ણપણે બંધ જ થઈ ગયા છે. વળી, 70 ટકાની હાલત ખરાબ છે અને ઘણા પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યા છે.

start up

ફિક્કી અને આઈએએને 'ભારતીય સ્ટાર્ટઅપ પર કોવિડ-19ના પ્રભાવ' વિષય પર આ રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ કર્યુ છે જેમાં 250 સ્ટાર્ટઅપને શામેલ કરવામાં આવ્યુ. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે વેપારી માહોલમાં અનિશ્ચિતતાના કારણે સ્ટાર્ટઅપ સંઘર્ષ કરી રહ્યા છે. 70 ટકા સ્ટાર્ટઅપ ચલાવનારને કહ્યુ કે તેમના વેપારને કોવિડ-19એ પ્રભાવિત કર્યા છે અને લગભગ 12 ટકાએ પોતાનુ પરિચાલન બંધ કરી દીધુ છે. સર્વે મુજબ આગલા ત્રણથી છ મહિનામાં નિર્ધારિત પડતર ખર્ચાને પૂરા કરવા માટે માત્ર 22 ટકા સ્ટાર્ટઅપ પાસે જ પૂરતા રોકડા છે અને 68 ટકા પરિચાલન અને પ્રશાસનિક ખર્ચાને ઘટાડી રહ્યા છે.

લગભગ 30 ટકા કંપનીએ કહ્યુ કે જો લૉકડાઉનને બહુ લંબાવી દીધુ તો તે કર્મચારીઓની છટણી કરશે. આ ઉપરાંત 43 ટકા સ્ટાર્ટઅપે એપ્રિલ-જૂનમાં 20-20 ટકા વેતન કાપ શરૂ કરી દીધુ છે. 33 ટકાથી વધુ સ્ટાર્ટઅપે કહ્યુ કે રોકાણકારોએ રોકાણના નિર્ણયને રોકી દેવામાં આવ્યુ છે અને 10 ટકાએ કહ્યુ છે કે ડીલ ખતમ થઈ ગઈ છે.

ફિક્કીના મહાસચિવ દિલીપ ચિનૉયે કહ્યુ છે કે અત્યારે સ્ટાર્ટઅપ સેક્ટર અસ્તિત્વના સંકટથી પસાર થઈ રહ્યા છે. રોકાણના સેન્ટીમેન્ટ તો મંદુ જ છે અને આવતા મહિનામાં પણ આમ જ રહેવાની સંભાવના છે. વર્કિંગ કેપિટલ અને કેશ ફ્લોના અભાવમાં સ્ટાર્ટઅપ આવતા 3થી 6 મહિનામાં મોટપાયે છટણી કરી શકે છે. સર્વેમાં સ્ટાર્ટઅપ માટે એક તત્કાળ રાહત પેકેજની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યુ છે જેમાં સરકાર સાથે સંભવિત ખરીદ ઑર્ડર, કર રાહત, અનુદાન, સરળ કર્જ વગેરે શામેલ છે.

18 વર્ષની ટિકટૉક સ્ટારે કરી આત્મહત્યા, છાત્રાના હતા લાખો ફોલોઅર્સ18 વર્ષની ટિકટૉક સ્ટારે કરી આત્મહત્યા, છાત્રાના હતા લાખો ફોલોઅર્સ

English summary
corona impact 17 precent startups have shutdown shows FICCI survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X