For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજ ઘટ્યું, હવે ક્યાં રોકાણ કરી શકાય?

|
Google Oneindia Gujarati News

ભારતમાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર ઘટી રહ્યા છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓરિએન્ટ બેંક ઓફ કોમર્સ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓપ બરોડાએ તેની ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજના દર ઘટાડ્યા છે.

જો આપ નિવૃત્ત વ્યક્તિ હોવ તો આપને તેનું નુકસાન ભોગવવું પડી શકે છે. કારણ કે આપ જો સંપૂર્ણ રીતે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર નભી રહ્યા હોવ તો આપની આવકમાં ભારે ઘટાડો થાય છે અને આપના પર આર્થિક સંકટ આવી શકે છે. આ માટે અમે આપને એવી ફિક્સ્ડ ડિપોઝિટ અંગેની માહિતી આપી રહ્યા છીએ જેમાં હજી પણ વ્યાજના દર ઘટ્યા નથી. આગામી સમયમાં વ્યાજના દર વધારે ઘટે તે પગેલા તેમાં રોકાણ કરવાથી ફાયદો મળી શકે છે...

investment-1

KTDFC ડિપોઝિટ
આજે પણ KTDFC ડિપોઝિટમાં વ્યાજ દર 10.50 ટકા છે. આ લાભ એમને મળે છે જેમની ડિપોઝિટની રકમ રૂપિયા 25 લાખ હોય અને તેઓ સિનિયર સિટીઝન હોય. જો ડિપોઝિટની રકમ રૂપિયા 25 લાખથી ઓછી હોય તો 10 ટકા વ્યાજ મળે છે. વર્તમાન સમયમાં એવી બેંકો ઓછી છે જે આટલું વ્યાજ આપે છે. આ ડિપોઝિટને કેરલ સરકાર દ્વારા પીઠબળ મળેલું છે. જેના કારણે તેમાં જોખમ ઘટે છે.

IFCI NCDs
વર્તમાન સમયમાં ખુલેલું IFCI NCDs પણ સારો વિકલ્પ છે. સરકારની માલિકીની નાણાકીય સંસ્થા IFCI દ્વારા NCDs ઓફર કરવામાં આવે છે. જેમાં 9.8 ટકા અને 10 ટકા વ્યાજ આપવામાં આવે છે. જેના કારણે તે રોકાણકારો માચે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ રોકાણ સાધન 20 ઓક્ટોબરે ખુલ્યું હતું અને 21 નવેમ્બરે બંધ થવાનું છે.

વ્યાજ દર

1. ક્યુમુલેટિવ ઓપ્શન
ક્યુમુલેટિવ ઓપ્શન અંતર્ગત NCDsમાં 9.90 ટકા વ્યાજદર મળે છે. આ વ્યાજદર પાંચ વર્ષ માટેના રોકાણ માટે છે. જ્યારે 7થી 10 વર્ષ માટે 10 ટકા વ્યાજ મળે છે.

2. માસિક ઓપ્શન
પાંચ વર્ષ માટે માસિક વ્ચાજના ઓપ્શનમાં 9.90 ટકા વ્યાજ મળે છે.

3. વાર્ષિક વિકલ્પ
ક્યુમુલેટિવ ઓપ્શન્સ અંતર્ગત NCDsમાં 9.90 ટકા વ્યાજદર મળે છે. આ વ્યાજદર પાંચ વર્ષ માટેના રોકાણ માટે છે. જ્યારે 7થી 10 વર્ષ માટે 10 ટકા વ્યાજ મળે છે.

English summary
Fixed Deposit Interest Rates are Falling; Here’s Where You Could Invest Now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X