For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લ્યો હવે હ્યુંડાઇની કારો પણ થશે મોંઘીદાટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર: દેશની બીજા નંબરની સૌથી મોટી કાર નિર્માતા કંપની પોતાની કારોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હ્યુંડાઇ આગામી મહિને ઓક્ટોમ્બરની શરૂઆતમાં જ પોતાની કારોની કિંમતમાં વધારો કરી દેશે.

તમને જણાવી દઇએ કે કંપની પોતાની સસ્તી કાર હ્યુંડાઇ ઇઓનથી માંડીને પ્રીમિયમ મૉડલ સેંટો-ફે સુધીના બધા મોડલોના ભાવમાં વધારો કરી રહી છે. હ્યુંડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે જણાવ્યું હતું કે અમે અમારી બધી કારોની કિંમતોમાં વધારો કરવા જઇ રહ્યાં છીએ.

hyundai-car-price-hike

પરંતુ પોતાની હાલમાં લોન્ચ કરેલી ગ્રાંડ આઇ10ની કિંમતમાં કોઇપણ વધારો કરીશું નહી. તમને જણાવી દઇએ કે તાજેતરમાં ડોલરના મુકાબલે રૂપિયામાં આવી રહેલી નબળાઇના કારણે કાચા માલની કિંમતો વધવાના કારણે કંપની પોતાના વાહનોની કિંમત વધારી રહી છે.

હ્યુંડાઇ ગ્રાંડ આઇ 10 માટે ખુશખબરી છે કે કંપની આ કારની કિંમત વધારશે નહી. કંપની જણાવ્યું હતું કે કારોની કિંમતમાં લગભગ 4,000 રૂપિયાથી માંડીને 20,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે. જે અલગ-અલગ મોડલો પર નિર્ભર છે.

English summary
Hyundai India has increased prices of all its models. Hyundai India price hike does not affect i10 Grand model.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X