For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય કંપનીઓએ અમેરિકામાં 50,000 નોકરીઓનું કર્યું સર્જન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

computer-work
વોશિંગ્ટન, 27 ઑક્ટોબર: આર્થિક સુસ્તીના કારણે રોજગારની તકો એક મોટો મુદ્દો બની ગયો છે ભારતીય કંપનીઓએ મોટા રોકાણના માધ્યમથી અમેરિકામાં 50,00 રોજગારીનું સજર્ન કર્યું છે. આ વાત અમેરિકાના એક અધિકારીએ જણાવી હતી.

અમેરિકાના ઉપ વિદેશ મંત્રી વિલિયમ બન્ર્સે ગઇકાલે કહ્યું હતું કે અમારા આર્થિક સંબંધો કેટલીક હદે બે રસ્તા જેવા છે. બંને પોતાના ત્યાં વૃદ્ધિ અને રોકાણ વધારવાના મુદ્દે ભાર આપી રહ્યાં છે. ભારતીય નિયંત્રણ અને ઓહિયા સ્થિત ટાટા પ્લાન્ટમાં હજારો અમેરિકન નાગરિકો કામ મળ્યું છે જે ભારતીય કંપનીઓ દ્રારા અમેરિકામાં ઉભી કરવામાં આવેલી 50,000થી વધુ રોજગારની તકોનો એક ભાગ છે.

અમેરિકાના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગો માટે ભારતમાં અવસરોમાં વધારો થઇ રહ્યો છે. બંર્સને કહ્યું હતું કે 2005 સુધી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મેકિંજેના મુજબ અત્યારે 90 ટકા ભારતીયો પાસે બ્રાન્ડબેંડ નથી અને 2030 સુધી જરૂરી મૂળભૂત માળખાનું 80 ટકા નિર્માણ અત્યારે કરી ન શકાય. આગામી પાંચ વર્ષોમાં મૂળભૂત માળખામાં 100 અરબ ડોલરના રોકાણની ભારતની યોજના છે.

સપ્ટેબરમાં સંપન્ન થયેલી ભારત-અમેરિકા ઉર્જા વાર્તાલાપને ટાંકતાં બન્ર્સે કહ્યું હતું કે ઉર્જા વિભાગ અમેરિકા પાસેથી ગેસ આયાતના અનુરોધ પર સાવધાની પૂર્વક વિચાર કરી રહ્યું છે. મને આશા છે કે અમે જલદી જ કોઇ તારણ પર કાઢીશું. ભારતે હાઇડ્રોકાર્બનના સ્ત્રોતના વૈવિધ્યમાં રસ દાખવ્યો છે કારણ કે તે તેલ માટે ઇરાક અને સાઉદી અરબ તરફ જોઇ રહ્યું છે. ભવિષ્યમાં ઉત્તરી અમેરિકા પણ કેટલીક સંભાવનાઓ પુરી પાડી શકે છે પરંતુ અક્ષય ઉર્જાના ક્ષેત્રમાં અમે પર્યાવરણ સંબંધી ચિંતાઓના નિરાકરણ માટે કોઇ મોટા સોદા પણ કરી શકીએ છીએ.

English summary
At a time when unemployment is a major issue in the US due to its poor economic status, Indian companies through its massive investments in America have created 50,000 jobs in the country, a top US diplomat said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X