For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

New Labour Code: 4 દિવસ કામ, 3 દિવસ આરામ, અહીં શરુ થયેલી ટ્રાયલમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામ

યુકેની ઘણી કંપનીઓએ 4 દિવસ વર્કિંગ પૉલિસી ટ્રાયલમાં ભાગ લીધો અને આ 6 મહિનાની ટ્રાયલમાંથી ત્રણ મહિના સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. હવે આ ટ્રાયલ વિશે પ્રતિક્રિયાઓ આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નવા લેબર કોડ માટે ભારતમાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારત સરકાર પણ અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસ આરામના કૉન્સેપ્ટ પર તૈયારી કરી રહી છે અને રાજ્યો તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે. ભારતમાં હજુ આની તૈયારી કરવામાં આવી રહી છે પરંતુ યુકેમાં તેની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. યુકેની ઘણી કંપનીઓએ 4 દિવસ વર્કિંગ પૉલિસી ટ્રાયલમાં ભાગ લીધો અને આ 6 મહિનાની ટ્રાયલમાંથી ત્રણ મહિના સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. હવે આ ટ્રાયલ વિશે પ્રતિક્રિયાઓ આવી રહી છે.

4 ડેઝ વર્કિંગના ફાયદા ઘણા નુકશાન ઓછુ

4 ડેઝ વર્કિંગના ફાયદા ઘણા નુકશાન ઓછુ

આ 4 દિવસ વર્કિંગ ટ્રાયલમાં ભાગ લેનાર કંપની લિટરલ હ્યુમન્સના સહ-સ્થાપક ગેડ્સબી પીટે જણાવ્યુ હતુ કે 4 દિવસ કામ અને 3 દિવસ આરામની વિભાવનામાં વધુ ફાયદા અને ગેરફાયદા ઓછા છે. આ નીતિ હેઠળ જ્યાં ઉત્પાદકતામાં 5 ટકાનો ઘટાડો થયો છે, ત્યાં કર્મચારીઓની ખુશીમાં 50 ટકાનો વધારો થયો છે. આ કારણે કંપનીને વધુ સારી પ્રતિભા મળી છે.

શરુઆતમાં આવી મુશ્કેલી

શરુઆતમાં આવી મુશ્કેલી

કંપનીઓનુ કહેવુ છે કે તેમને શરૂઆતમાં 4 દિવસના વર્કિંગ કૉન્સેપ્ટને લાગુ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં કર્મચારીઓ પર વધુ દબાણ હતુ પરંતુ ધીમે ધીમે હવે તેઓએ કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન બનાવી લીધુ છે. હવે કર્મચારીઓને આ કૉન્સેપ્ટ પસંદ આવવા લાગ્યો છે. આ પછી તે હવે પાંચ દિવસ સુધી કામ પર પાછા ફરવા માંગતા નથી.

શું કહે છે સર્વે

શું કહે છે સર્વે

યુકેમાં 4 ડેઝ વર્કિંગ પર ધ 4 ડેઝ બીક ગ્લોબલ બિઝનેસમેન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 63 ટકા કંપનીઓએ તેની તરફેણમાં મત આપ્યો,કારણ કે તેઓ માને છે કે આ વર્કિંગ કૉન્સેપ્ટ તેમને વધુ સારી પ્રતિભા આપે છે. વળી, 78 ટકા કર્મચારીઓએ તેની તરફેણમાં મતદાન કર્યુ છે. તે કહે છે કે આ કૉન્સેપ્ટે તેમને તણાવ દૂર કરવામાં મદદ કરી છે. તે પહેલા કરતા વધુ ખુશ છે અને પહેલા કરતા વધુ સકારાત્મક ઉર્જા સાથે ઑફિસનુ કામ કરી રહ્યા છે. બ્રિટન પછી, કેનેડા અને અમેરિકા ઉપરાંત, યુરોપના ઘણા દેશોમાં ટ્રાયલ ધોરણે આ કૉન્સેપ્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે. વળી, ટૂંક સમયમાં ભારતમાં લાગુ થવાની રાહ છે.

English summary
New labour codes UK Company Trail run 4 days working concept get amazing feedback for 3 days week off
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X