For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ ભક્તોને રેલવેની ભેટ, 'રામાયણ યાત્રા' પેકેજની જાહેરાત, જાણો કેટલું છે ભાડું?

IRCTC ભોજનથી લઈને મુસાફરી સુધી રહેવાની તમામ વ્યવસ્થા કરશે. આ પેકેજ હેઠળ મુસાફરોને કેબ અને લક્ઝરી હોટલની સેવા પણ આપવામાં આવશે. આ પ્રવાસ 7 નવેમ્બર, 2021થી શરૂ થશે. આ પેકેજ રૂપિયા 82,950થી શરૂ થાય છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય રેલવે રામ ભક્તો માટે એક અનોખી ભેટ લાવી છે, હકીકતમાં ભારતીય રેલવેએ 'શ્રી રામાયણ યાત્રા' પેકેજની જાહેરાત કરી છે. જેના દ્વારા પ્રવાસીઓ હવે ખૂબ ઓછા પૈસા અને પુષ્કળ સગવડ સાથે સરળતાથી અયોધ્યાથી રામેશ્વરમ સુધી મુસાફરી કરી શકે છે.

Ramayana Yatra

'રામાયણ યાત્રા' પેકેજની જાહેરાત

આ પેકેજ 17 દિવસ અને 16 રાતનું છે, જેમાં IRCTC ભોજનથી લઈને મુસાફરી સુધી રહેવાની તમામ વ્યવસ્થા કરશે. આ પેકેજ હેઠળ મુસાફરોને કેબ અને લક્ઝરી હોટલની સેવા પણ આપવામાં આવશે. આ પ્રવાસ 7 નવેમ્બર, 2021થી શરૂ થશે. આ પેકેજ રૂપિયા 82,950થી શરૂ થાય છે અને આ પેકેજ 18 વર્ષથી ઉપરના લોકો માટે છે. આ પેકેજ ફક્ત એ જ લોકો માટે ઉપલબ્ધ હશે, જેમને કોરોના નેગેટિવ છે અને તેમને કોરોનાની રસી લીધી છે.

Ramayana Yatra
  • પ્રવાસનો કાર્યક્રમ
  • દિલ્હી - અયોધ્યા - સીતામઢી - જનકપુર - વારાણસી - પ્રયાગ - ચિત્રકૂટ - નાસિક - હમ્પી - રામેશ્વરમ - દિલ્હી
  • દિલ્હી સફદરજંગ - અયોધ્યા - સીતામઢી - વારાણસી - માણિકપુર જં - નાસિક રોડ- હોસ્પતે - રામેશ્વરમ - દિલ્હી સફદરજંગ
  • તમે આ સ્ટેશનો પરથી ટ્રેન પકડી શકો છો.
Ramayana Yatra

પ્રવાસના સ્થળો

  • અયોધ્યા : રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી, સરયુ ઘાટ
  • નંદીગ્રામ : ભરત-હનુમાન મંદિર અને ભરત કુંડી
  • જનકપુર : રામ-જાનકી મંદિર
  • સીતામઢી : સીતામઢી અને પુનોરા ધામમાં જાનકી મંદિર
  • વારાણસી: તુલસી માનસ મંદિર, સંકટ મોચન મંદિર અને વિશ્વનાથ મંદિર, સીતા સંહિતા સાઇટ
  • સીતામઢી : સીતા માતા મંદિર
  • પ્રયાગ: ભારદ્વાજ આશ્રમ, ગંગા-યમુના સંગમ, હનુમાન મંદિર
  • શ્રિંગવરપુર : શ્રૃંગા ઋષિ સમાધિ અને શાંતા દેવી મંદિર, રામ ચૌરા
  • ચિત્રકૂટ : ગુપ્ત ગોદાવરી, રામઘાટ, ભારત મિલાપ મંદિર, સતી અનુસુયા મંદિર
  • નાસિક : ત્ર્યંબકેશ્વર મંદિર, પંચવટી, સીતા ગુફા, કાલારામ મંદિર
  • હમ્પી : અંજનાદ્રી ટેકરી, ઋષિમુખ ટાપુ, સુગ્રીવ ગુફા, ચિંતામણી મંદિર, માલ્યાવંત રઘુનાથ મંદિર
  • રામેશ્વરમ : શિવ મંદિર અને ધનુષકોડી
Ramayana Yatra

અહીં ઓફર છે

પેકેજમાં બે ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, આધુનિક રસોડું, કોચમાં શાવર ક્યુબિકલ્સ, સેન્સર આધારિત વોશરૂમ ફંક્શન, સ્ટેટ ઓફ ધ આર્ટ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં ફુટ મસાજર જેવી સુવિધાઓ શામેલ છે.

English summary
Indian Railways has brought a unique gift for Ram devotees, in fact Indian Railways has announced a 'Shri Ramayana Yatra' package.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X