For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ભારતની ગોલ્ડ પોલિસી માટે WGC અને FICCIના ટોપ 7 સૂચનો

|
Google Oneindia Gujarati News

ભારતના ઘર ઘરમાં રહેલા સોનાના વ્યાપક જથ્થાનો ક્યાસ કાઢવા માટે ભારત સરકાર નવેસરથી ગોલ્ડ પોલિસી ઘડવા માંગે છે. આ માટે ફિક્કી (Federation of Indian Chambers of Commerce and Industry - FICCI) અને ડબલ્યુજીસી (World Gold Council - WGC) દ્વારા કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે.

અમે અહીં આપના માટે એ સૂચનો રજૂ કરી રહ્યા છીએ...

1. ઇન્ડિયા ગોલ્ડ એક્સચેન્જની સ્થાપના

1. ઇન્ડિયા ગોલ્ડ એક્સચેન્જની સ્થાપના


ઇન્ડિયા ગોલ્ડ એક્સચેન્જની સ્થાપના કરવામાં આવે જેથી સમાન કિંમતો, વધારે પાર્દર્શિતા અને માંગ પુરવઠાના વિશ્લેષણમાં સુધારો કરી શકાય

2. ગોલ્ડ બોર્ડની રચના

2. ગોલ્ડ બોર્ડની રચના


ભારતમાં ગોલ્ડ બોર્ડની રચના કરવામાં આવે. જેથી આયાતની વ્યવસ્થા કરી શકાય, નિકાસને પ્રોત્સાહન આપી શકાય તથા ભારતીય સોના બજારના સંચાલનમાં વધારે ઉપયોગી થાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીને મહત્તમ વિકાસ સાધી શકાય.

3. માન્યતા પ્રાપ્ત રિફાઇનરીઓ સ્થાપવી

3. માન્યતા પ્રાપ્ત રિફાઇનરીઓ સ્થાપવી


ભારતમાં માન્યતા પ્રાપ્ત રિફાઇનરીઓને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ વિકસાવવી જોઇએ. આ સુધારામાં વર્તમાન રિફાઇનરીઓને પણ અપગ્રેડ કરવી જોઇએ.

4. બેંકોને લિક્વિડિટી રિઝર્વ તરીકે સોનાના ઉપયોગને મંજુરી

4. બેંકોને લિક્વિડિટી રિઝર્વ તરીકે સોનાના ઉપયોગને મંજુરી


ભારતમાં બેંકોને તેમના લિક્વિડિટી રિઝર્વ તરીકે સોનાના ઉપયોગ કરવાને મંજુરી આપવી જોઇએ. આમ કરવાથી બેંકોને સોના આધારિત સેવિંગ પ્રોડક્ટ્સ ઉભી કરવામાં પ્રોત્સાહન મળશે.

5. ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ ફરી શરૂ કરો

5. ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ ફરી શરૂ કરો


લોકો પાસે રહેલા વારસાગત સોનાને બહાર લાવવા માટે બેંકોમાં ખાસ યોજનાઓ ચલાવવાની છૂટ આપવી, ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ ફરી શરૂ કરવી, સોના આધારિત રોકાણ યોજનાઓને પ્રોત્સાહન આપવું અને સોના આધારિત સેવિંગ પ્રોડક્ટ્સ રજૂ કરવી.

6. સોના માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી વિકસાવવી

6. સોના માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી વિકસાવવી


ભારતમાં હેન્ડક્રાફ્ટેડ ગોલ્ડ જ્વેલરી માટે કાસ માર્કેટિંગ સ્ટ્રેટેજી વિકસાવવી. આ કારણે એક્સપોર્ટ કરવાને પ્રોત્સાહન મળશે. આમ કરવાથી ભારતમાં હાથથી નિર્મિત જ્વેલરીની એક બ્રાન્ડ ઉભી થશે જેને વિદેશમાં સ્વીસ મેડ વોચીસની જેમ લોકપ્રિય કરી શકાશે.

7. સોનાનું સ્ટાન્ડર્ડાઇઝેશન

7. સોનાનું સ્ટાન્ડર્ડાઇઝેશન


સોનાની ગુણવત્તાના ચોક્કસ ધારાધોરણો નક્કી કરવા જોઇએ. જેથી ખરીદનાર અને વેચનાર બંનેને તેમના ઉત્પાદનમાં સોનાની ગુણવત્તા અને ભાવમાં વિશ્વાસ બેસે. ક્વૉલિટી સર્ટિફિકેશન ફરજિયાત

English summary
Top 7 recommendations for India's Gold Policy by WGC and FICCI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X