For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI એલર્ટઃ બે દિવસીય હડતાળની પરિચાલન પર અસર પડશે

SBI એલર્ટઃ બે દિવસીય હડતાળની પરિચાલન પર અસર પડશે

|
Google Oneindia Gujarati News

31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી સુધી બેંકોમાં યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન (યુએફબીયુ)એ હડતાલની ઘોષણા કરી છે. જેને પગલે 2 તારીખ એટલે કે રવીવારે પણ બેંક બંધ રહેશે. તેથી આ ત્રણ દિવસ બેંકો બંધ રહેવાની હોવાથી તમે બેંકોને લગતુ કોઇ કામકાજ કરી શકસો નહી જેથી વહેલી તકે બેંકો સાથે જોડાયેલા કામોને નિપટાવી લો.

હડતાળથી કામકાજ પ્રભાવિત થઈ શકે

હડતાળથી કામકાજ પ્રભાવિત થઈ શકે

આ અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ તેના ગ્રાહકો માટે એક એલર્ટ જારી કર્યું છે. ભારતીય સ્ટેટ બેંકે હડતાળની ઘોષણા કરી છે જેમા 31 જાન્યુઆરીથી શરૂ થનારી 2 દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલને કારણે પરિચાલન પર અસર પડી શકે છે. એસબીઆઈએ શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેંજને જણાવ્યું હતું કે તમામ કચેરીઓ અને શાખાઓનું સામાન્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં લીધાં છે. માર્ચ અને એપ્રિલમાં પણ બેંકોમાં હડતાલ રહેશે.

માર્ચ અને એપ્રિલમાં પણ હડતાળ

માર્ચ અને એપ્રિલમાં પણ હડતાળ

યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યૂનિયન (યૂએફબીયૂ) એ કહ્યું છે કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીમાં બેંકોમાં હડતાળ રહેશે. તો બીજી તરફ 11, 12, 13 તારીખે પણ હડતાળ રહેશે. બેંક યુનિયન દ્વારા પણ 1 એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી પ્રદેશ બેંક કર્મચારી સંગઠનના જનરલ સેક્રેટરી અશ્વની રાણાએ જણાવ્યું હતું કે ભારતીય બેન્ક એસોસિએશને પગારમાં 12.5 ટકાનો વધારો સૂચવ્યો છે, જે સ્વીકાર્ય નથી. તેથી, દેશભરની તમામ જાહેર ક્ષેત્રની બેંકોમાં કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરશે જેની અસર બેંકિંગ સેવાઓ પર પડી શકે છે.

યૂએફબીયૂ સાથે આ 9 સંગઠન સામેલ

યૂએફબીયૂ સાથે આ 9 સંગઠન સામેલ

તમને જણાવી દઇએ કે યૂએફબીયૂ અંતર્ગત ઑલ ઇંડિયા બેન્ક એમ્પલોઇઝ એસોશીએશન ઑલ ઇંડિયા બૈન્ક ઑફીસર્સ કન્ફેડરેશન, નેશનલ કન્ફડરેશન એમ્પલોઇઝ, ઑલ ઇંડિયા બેંક ઑફીસર એસોસિએશન, બેંક એમ્પલોઇઝ ફેડરેશન ઑફ ઇંડિયા, ઇન્ડિયન નેશનલ બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન, ઇન્ડિયન નેશનલ બેંક ઓફીસર્સ કાંગ્રેસ, બેંક અધિકારીઓની રાષ્ટ્રીય સંથા અને બેંક કાર્યકર્તાઓની રાષ્ટ્રીય સંસ્થાનોનો સમાવેસ થાય છે. બેંક શાખાઓ અને અધિકારીઓની હડતાલથી બેંક શાખાઓની કામગીરીને અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગ્રાહકે બેંકોને લગતા જરૂરી કામકાજ અગાઉથી કરી લેવા જેથી કરીને પાછળથી કોઇ મુશ્કેલીથી બચી શકાય.

બેંક યૂનિયનની માંગ

બેંક યૂનિયનની માંગ

  • બેંક યુનિયનની માંગ છે કે પગારમાં ઓછામાં ઓછો 20 ટકા વધારો થવો જોઇએ
  • બેંકોનો કાર્યકાળ પાંચ દિવસનો હોવો જોઇએ
  • એનપીએસ નાબૂદ થવું જોઇએ
  • પેંન્શનમાં સુધારો
  • પરિવારને મળતા પેંન્શનમાં સુધારો
  • સંચાલન નફાના આધારે સ્ટાફ કલ્યાણ ભંડોળનું વિતરણ
  • નિવૃત્તિ બાદ મળતા લાભોને આયકરમાંથી બાદ કરવા
  • સંસ્થાઓમાં કામની નિશ્ચિત સમયમર્યાદા

મોદી સરકારને મોટો ઝટકો, 20 વર્ષમાં પહેલી વાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયો ભારે ઘટાડોમોદી સરકારને મોટો ઝટકો, 20 વર્ષમાં પહેલી વાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયો ભારે ઘટાડો

English summary
United Forum of Bank Union (UFBU) announced the strike On January 31 and February 1
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X