For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2022: શું ઘર ખરીદનારાને આ બજેટમાં મળશે ભેટ?

આ વખતે બજેટમાં ઘર ખરીદનારાઓને શું મોટી ભેટ મળી શકે છે, જાણો...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનુ બજેટ રજૂ થવા જઈ રહ્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. એવામાં આ વખતે બજેટથી સામાન્ય લોકોથી લઈને વેપારીઓને ઘણી આશા છે કારણકે કોરોના મહામારીના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો છે. વળી, આ વખતે બજેટમાં ઘર ખરીદનારાઓને શું મોટી ભેટ મળી શકે છે, જાણો...

home

બજેટની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરવાના છે. અલગ-અલગ સેક્ટર્સની માંગ પણ આવી છે. એવામાં 1 ફેબ્રુઆરીએ સામાન્ય જનતાથી લઈને કૉર્પોરેટ્સ અને ઈન્ડસ્ટ્રીઝની આ બજેટ પર નજર રહેશે. આ દરમિયાન સૌથી મોટી રાહ ટેક્સપેયર્સને હશે. છેલ્લા ઘણા વર્ષ ટેક્સ સ્લેબમાં કોઈ ખાસ ફેરફાર થયો નહોતો. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે આ વર્ષે ઘણી ભેટ મળી શકે છે જેમાં હોમ લોનના વ્યાજ પર મળતી 1.5 લાખ રૂપિયા સુધીની વધુ છૂટ શામેલ છે.

કોરોના વાયરસથી ઉપજેલી મહામારીના કારણે રિયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટર ગંભીર મંદીનો સામનો કરી રહ્યુ છે. એવામાં આ વખતે બજેટમાં આ સેક્ટરને બૂસ્ટ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે હોમ લોન પ્રિન્સિપલના રિપેમેન્ટ પર ટેક્સ ડિડક્શનની સીમા વધારવામાં આવી શકે છે. વાર્ષિક લિમિટને 1.5 લાખ રૂપિયાથી વધારવામાં વિચાર કરવામાં આવી શકે છે. આનાથી ઘર ખરીદનારા સાથે રિયલ એસ્ટેટ સેક્ટરને પણ ફાયદો થશે.

તમને જણાવી દઈએ કે ઈનકમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 80 ઈઈએ હેઠળ પહેલી વાર ઘર ખરીદનારા લોકોને હોમ લોનના ઈન્ટ્રેસ્ટ પેમેન્ટ પર 1.5 લાખ રૂપિયાની વધુ છૂટ મળે છે.

English summary
Union Budget 2022: Will home buyers get gifts in this budget?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X