For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રોપર્ટી સેલ ડીડમાં કઇ મહત્વની બાબતોનો ઉલ્લેખ જરૂરી?

|
Google Oneindia Gujarati News

ભારતમા પ્રોપર્ટી સેલ ડીડમાં કઇ કઇ મહત્વની બાબતોનો સમાવેશ થતો હોવો જોઇએ?

પ્રોપર્ટી સેલ ડીડ એવો દસ્તાવેજ છે જે એક વ્યક્તિના નામથી બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવા માટે મહત્વનો દસ્તાવેજ છે. નોંધાયેલા સેલ ડીડ સિવાય મલિકના નામથી ખરીદદારના નામે દસ્તાવેજ ટ્રાન્સફર થતો નથી.

1

1

વ્યક્તિની માહિતી
તેમાં વ્યક્તિની માહિતી જેવી કે નામ, સ્પાઉસનું નામ, પિતાનું નામ વગેરે હોય છે. આ ઉપરાંત તેમનું વર્તમાન પૂરેપૂરું એડ્રેસ પણ આ વિગતોમાં સામેલ હોય છે.

પાનકાર્ડની વિગતો
પાન કાર્ડની વિગતો આપ્યા વિના પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન થઇ શકે એ શક્ય નથી. પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન થતા પહેલા પાનકાર્ડની વગતો આપવી જરૂરી છે.

2

2

વેચાણની માન્યતા
કોઇ પણ પ્રોપર્ટીના વેચાણની માન્યતા માટે બંને પાર્ટીઓની સહમતી જરૂરી છે. પ્રોપર્ટીનું વેચાણ કેટલામાં નક્કી થયું તે પણ પ્રોપર્ટી ડીલમાં લખવું જરૂરી છે. ત્યાર બાદ તેની નોંધણી સબ રજિસ્ટ્રાર પાસે કરાવી શકાય છે.

પ્રોપર્ટીનું લોકેશન અને અન્ય વિગતો
પ્રોપર્ટી સેલ ડીડમાં પ્રોપર્ટીનું લોકેશન અને અન્ય વિગતો સ્પષ્ટ રીતે દર્શાવેલી હોવી જરૂરી છે.

3

3

વેચનારે તમામ ચાર્જીસની સ્પષ્ટતા કરવી જરૂરી
પ્રોપર્ટી વેચનારે પ્રોપર્ટી સંબંધિત તમામ પ્રકારની ચાર્જીસ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે. આ ચાર્જીસમાં સ્થાનિક સરકારી સત્તાવળાઓને ચૂકવવામાં આવતા વેરા, વીજળી અને પાણી વગેરે પ્રકારની ચાર્જીસનો સમાવેશ થાય છે.

અસલી દસ્તાવેજોની સોંપણી
તમામ અસલી દસ્તાવેજોની સોંપણી વેચનારે ખરીદદારને કરવી જોઇએ જેથી પહેલા પ્રોપર્ટી કોની પાસે હતી, કોના નામે હતી તેનો ખ્યાલ આવી શકે.

4

4

રજિસ્ટ્રારની ઓફિસમાં ખરીદનાર અને વેચનારની હાજરી જરૂરી
સેલ ડીડના રજિસ્ટ્રેશન સમયે રજિસ્ટ્રારની ઓફિસમાં ખરીદનાર અને વેચનાર બંને હાજર રહેવા જોઇએ. આ કામગીરી સેલ ડીડના 4 મહિના પહેલા થઇ જવી જોઇએ. બંને પાર્ટીની હાજરી વિના રજિસ્ટ્રેશન શક્ય નથી.

સેલ ડીડનો અમલ
રજિસ્ટ્રાર ઓફિસમાં અંગૂઠાનું નિશાન અને ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે. તમામ સંબંધિત પાર્ટીઓએ તે સમયે હાજર રહીને સેલ ડીડના દરેક પાના પર સહી કરવી જરૂરી બને છે.

5

5

સાક્ષીઓ
સેલ ડીડમાં સહી કરતા સમયે ઓછામાં ઓછા બે સાક્ષીઓ હોવા જરૂરી છે. ખરીદનાર અને વેચનાર બંને તરફથી એક એક સાક્ષી હોય તે વધારે સારું ગણાય છે.

નિયત સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરવી
ખરીદનાર અને વેચનાર બંનેની જવાબદારી છે કે નિર્ધારિત સમયમાં સેલ ડીડની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. આ ઉપરાત એવી સ્પષ્ટતા કરવી પણ જરૂરી છે કે આ પ્રોપર્ટી સરકારી સંપત્તિ પર દબાણ કરતી નથી. સેલ ડીડની નોંધણી કરવતા પહેલાં તેને વાંચીને ચેક કરી લેવું જોઇએ

English summary
What Are The Important Things That a Property Sale Deed Should Contain?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X