For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કારણ શું?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ડિસેમ્બર : કેન્‍દ્રમાં નરેન્‍દ્ર મોદી સરકારે ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટની દિશામાં ઝડપથી આગળ વધવાની તૈયારી કરી રહી છે. સેઇલ બાદ અન્‍ય કંપનીઓમાં પણ હિસ્‍સેદારી વેચવાની તૈયારી સરકારે કરી છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં તેના ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટના ટાર્ગેટને પહોંચી વળવા માટે સરકાર આશાવાદી છે.

સ્‍ટીલ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયાને સારા પ્રતિસાદ મળ્‍યા બાદ સરકાર પીએસયુ હિસ્‍સેદારી વેચાણ મારફતે રૂપિયા 43,425 કરોડની રકમ મળી શકે છે. જ્‍યારે બિન સરકારી કંપનીમાં ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટ મારફતે 15,000 કરોડ ઉભા કરાશે. જ્‍યારે વર્ષ 2014-15માં અન્‍ય કંપનીઓમાંથી 4000 કરોડ ઉભા કરાશે.

money-1

સેઇલ બાદ પાઇપલાઇનમાં રહેલી અન્‍ય કંપનીઓમાં હવે કોલ ઇન્‍ડિયા, ઓએનજીસીનો સમાવેશ થાય છે. એકબાજુ કોલ ઇન્‍ડિયામાં 10 ટકા હિસ્‍સો વેચી દેવાની ગણતરી છે. જ્‍યારે ઓએનજીસીમાં હિસ્‍સેદારી પાંચ ટકા વેચવામાં આવનાર છે. એનએચપીસી, પાવર ફાયનાન્‍સ કોર્પોરેશન અને રૂરલ ઇલેક્‍ટ્રીફિકેશન કોર્પોરેશનનો સમાવેશ થાય છે.

નાણાંકીય વર્ષ પૂર્ણ થવા આડે ત્રણ મહિનાનો સમય રહ્યો છે ત્‍યારે સરકાર જુદી જુદી કંપનીઓમાં હિસ્‍સેદારી વેચાણ મારફતે 60,000 કરોડ ઉભા કરવામાં આવશે. નિષ્‍ણાંત લોકો કહે છે કે ટાર્ગેટને પહોંચી વળવા સરકારની કુશળતા સામે પ્રશ્‍નો રહેલા છે.

સરકાર વર્તમાન નાણાંકીય વર્ષ માટે જીડીપીના 4.1 ટકાના ફિસ્‍કલ ડેફિસીટના ટાર્ગેટને પહોંચી વળવા માટે કટિબદ્ધ છે. સેઇલ મામલે સરકારને મોટી આશા જાગી છે. સરકાર ઝડપથી ટાર્ગેટ તરફ આગળ વધી શકે છે

ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટનો મામલો હમેંશા રાજકીયરીતે સંવેદનશીલ રહ્યો છે. ટ્રેડ યુનિયનોના વિરોધ અને વિરોધ પક્ષોના વિરોધના કારણે સંપૂર્ણ સફળતા મળી નથી.

English summary
Why Narendra Modi government focused on disinvestment targets?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X