For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા ફોર્મ 26AS શા માટે ચેક કરવું જોઇએ?

|
Google Oneindia Gujarati News

જો આપની કંપની આપના પગાર કે સોર્સમાંથી ઇન્કમ ટેક્સ એટલે કે ટીડીએસ કાપની હોય તો તેને ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવો જરૂરી છે. એવી જ રીતે જો બેંક વ્યાજની આવક પર ટીડીએસ કાપતી હોય તો તેણે પણ ટેક્સ ઓથોરિટીમાં ટેક્સ જમા કરાવવો જરૂરી છે.

વિવિધ આવક સ્રોતોમાંથી કાપવામાં આવેલો ટીડીએસ ફોર્મ 26ASમાં દર્શાવવામાં આવે છે. આ ઉપરાંપ ફોર્મ 26ASમાં ચૂકવવામાં આવતા રિફંડ અને એડવાન્સ ટેક્સની પણ વિગતો આપવામાં આવેલી હોય છે.

tax-1

ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા ફોર્મ 26AS શા માટે જોવું જરૂરી છે?
ફોર્મ 26AS માં આપને ચૂકવવામાં આવેલા વ્યાજની રકમ, ચૂકવવામાં આવેલા પગાર અને ટીડીએસની વિગતો આપવામાં આવી હોય છે. જો આપે વ્યાજની ગણતરી કરી હોય અને ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય તો તેનો ઉમેરો કરી શકાય છે. ઉદાહરણ તરીકે જો આપે 10 ટકા વ્યાજે એફડીમાં રોકાણ કર્યું છે તો તેની વ્યાજની આવક રૂપિયા 20,000 લાગે છે.

બીજી તરફ બેંકમાં અંદાજિત વ્યાજની આવક રૂપિયા 21,200 છે. કારણ કે તે ક્વાર્ટર્લી કમ્પાઉન્ડ કરે છે. કારણ કે અંદાજિત વ્યાજની રકમ 26ASમાં અલગ હોય છે. આનો અર્થ એ થયો કે આપે આપની આવક પર સમજીને ટેક્સ ચૂકવવો જોઇએ. જેથી ભવિષ્યમાં આવકવેરાની પૂછપરછ ના આવે.

ફોર્મ 26AS કેવી રીતે જોશો?
આ માટે આપે http://contents.tdscpc.gov.in/ પર જઇને લોગિન કરવું પડશે.

આ માટે આપે રજિસ્ટર્ડ થવું પડે છે. આ માટે આપે આઇડી અને પાસવર્ડ સાથે લોગિન થવું પડે છે. આ માટે આઇડી તરીકે આપનો પાન નંબર આપવો પડે છે. આ ઉપરાંત અન્ય કોઇ પૂછપરછ હોય તો 1800 103 0344 પર ફોન કરી શકાય.

English summary
Why You Should Check Form 26AS Before You File Tax Returns in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X