For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરી માટે ધારાસભ્યએ રાજીનામાની કરી રજૂઆત, ફડણવીસે સાધ્યું મૌન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નાગપુર, 22 ઓક્ટોબર: મુખ્યમંત્રી પદ માટે ભાજપ દ્વારા રાજ્ય પાર્ટી પ્રમુખ દેવેન્દ્ર ફડણવીસ મનપસંદ ઉમેદવાર હોવાની ચર્ચા વચ્ચે નાગપુર પૂર્વથી ધારાસભ્ય કૃષ્ણા ખોપડેએ આજે નિતિન ગડકરી માટે પોતાની સીટ છોડવાની ઓફર કરી. તેમણે આ ઓફર એવા સમયે કરી છે જ્યારે કેન્દ્રિય મંત્રીને રાજ્યની કમાન સોંપવાની માંગ તેજ થઇ ગઇ છે.

બીજી તરફ ધારાસભ્ય બનેલા કૃષ્ના ખોપડેએ કહ્યું કે ગડકરી માટે તે પોતાના મતક્ષેત્રથી રજીનામું આપવા માટે ઇચ્છુક છે. ઘટનાઓ વિશે વિવરણ માટે જ્યારે ફડણવીસનો સંપર્ક કર્યો તો તેમણે મૌન ધારણ કરી લીધુ અને કોઇ નિવેદન આપ્યું નહી.

nitin-gadkari

નિતિન ગડકરીએ ગઇકાલે રાત્રે કહ્યું હતું કે પાર્ટીના કેન્દ્રિય નેતૃત્વ દ્વારા સોંપવામાં આપનાર કોઇપણ જવાબદારીને સ્વિકારવા માટે તે તૈયાર છે. વિદર્ભ ક્ષેત્રના ભાજપના લગભગ 39 ધારાસભ્યોએ ગઇકાલે નિતિન ગડકરીના આવાસ પર મુલાકાત કરી. ધારાસભ્યોએ તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. વરિષ્ઠ ભાજપ નેતાએ પછી ઇલેક્ટ્રોનિક મીડિયાને કહ્યું કે જે ધારાસભ્યોએ તેમની સાથે મુલાકાત કરી 'મારા મનમાં તેમના માટે ખૂબ સન્માન છે અને તે મને મુખ્ય્માંત્રી બનાવવા માટે અનુરોધ કરી રહ્યાં છે.'

English summary
Amid talk that BJP Maharashtra unit chief Devendra Fadnavis could be party’s chief ministerial choice, Nagpur-East MLA Krishna Khopde on Wednesday offered to quit and vacate his seat to pave way for his mentor Nitin Gadkari, after voices grew louder on bringing back the Union Minister to the state to don the mantle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X