શું છે મહાશિવરાત્રીનું મહત્વ?

Posted By:
Subscribe to Oneindia News

મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં 13મી રાત્રે અથવા 14માં દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળું આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે. કેટલાક લોકો આખો દિવસ અને રાત્રે ઉપવાસ પણ કરે છે. શિવ લિંગને પાણી અને બિલી પત્ર ચઢાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે.

મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે. તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે. શિવરાત્રી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. શિવરાત્રીનો પ્રારંભ અને તેના મહત્વ અંગે અનેક પૌરાણિક કથાઓ છે. શિવરાત્રીના મહત્વને જાણવા માટે તેની આ પૌરાણિક કથાઓને જાણવી જરૂરી છે, તો ચાલો તસવીરો થકી જાણીએ આ શિવરાત્રી સાથે જોડાયેલી આ પૌરાણિક કથાઓને.

સમુદ્ર મંથન પૌરાણિક કથા

સમુદ્ર મંથન પૌરાણિક કથા

બધી પૌરાણિક કથાઓમાં નીલકંઠની કહાણી સૌથી વધારે ચર્ચિત છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે જ સમુદ્ર મંથન દરમિયાન કાલકેતુ વિષ નિકળ્યું હતું. ભગવાન શિવે સંપૂર્ણ બ્રાહ્માંડના રક્ષણ માટે એ પી ગયા હતા અને તેમનું ગળું નીલું પડી ગયું, જેથી તેમને નીલકંઠના નામથી ઓળખવામાં આવે છે.

ભગવાન શિવનો પ્રિય દિવસ

ભગવાન શિવનો પ્રિય દિવસ

એક માન્યતા એ પણ છે કે, ફાગળ મહિનાનો 14મો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ છે. તેથી મહાશિવરાત્રીને આ દિવસે મનાવવામાં આવે છે.

શિવ અને પાર્વતીના લગ્ન

શિવ અને પાર્વતીના લગ્ન

પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રી એ દિવસ છે, જ્યારે ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા હતા.

મહિલાઓ માટે મહત્વ

મહિલાઓ માટે મહત્વ

એવું માનવામાં આવે છે કે, જ્યારે કોઇ મહિલા ભગવાન શિવને પ્રાર્થના કરે છે તો ભગવાન શિવ તેની પ્રાર્થનાને સહેલાયથી સ્વિકારી લે છે. ભગવાન શિવની પૂજામાં કોઇ વિશેષ સામગ્રીની જરૂર પડતી નથી, માત્ર પાણી અને બિલી પત્ર થકી શ્રદ્ધાળુ ભગવાન શિવને પ્રશન્ન કરી શકે છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રીનું મહિલાઓમાં વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, જો અવિવાહિત મહિલા મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરે છે તો તેમને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે.

શિવરાત્રીનું મહત્વ

શિવરાત્રીનું મહત્વ

એવુ માનવામાં આવે છે કે, મહાશિવરાત્રી પર ભગવાન માનવજાતિની ઘણા નજીક આવે છે. મધ્ય રાત્રીના સમયે ઇશ્વર મનુષ્યની સૌથી નીકટ હોય છે. આ જ કારણ છે કે લોકો શિવરાત્રીએ આખી રાત જાગે છે.

English summary
Maha Shivaratri, or the night of Lord Shiva, is a popular Hindu festival. It is celebrated every year on the 13th night or the 14th day of the Phalgun month according to the Hindu calendar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.