For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોન પર સૌથી પહેલા કેમ કહીએ છીએ 'હેલો', જાણો દિલચસ્પ કહાની

જાણો, સૌથી પહેલા ફોન પર હેલો શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો?

|
Google Oneindia Gujarati News

ઘર-ઘરથી ફોન હવે દરેક ગજવાં (ખિસ્સા) સુધી પહોંચી ગયો છે. દેશ હોય કે વિદેશ, ભણેલ હોય કે અભણ દરેક લોકો ફોનમાં સૌથી પહેલા 'હેલો' શબ્દ જ બોલ છે. તમેં ક્યારેય વિચાર કર્યો કે આવું કેમ? આજે અમે તમને જણાવીશું કે આની પાછળનું અસલી કારણ શું છે. એટલે કે Hello શબ્દ ક્યાંથી ઉત્પન્ન થયો અને તેનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?

હેલો ડે

હેલો ડે

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે 21 નવેમ્બર 1973થી વિશ્વભરમાં હેલો ડે મનાવવામાં આવે છે. ઑક્સફર્ડ ઈંગ્લિશ ડિક્સનરી મુજબ હેલો જૂનો જર્મન શબ્દ 'હાલા, હોલા'થી બન્યો છે. ખલાસીઓ આ શબ્દનો ઉપયોગ કરતા હતા. આ શબ્દ જૂના ફ્રાંસીસી કે જર્મન શબ્દ 'હોલા'માંથી પડ્યો છે જેનો મતલબ થાય છે 'કેમ છો?'

સૌથી પહેલા ઉપયોગમાં લેવાયો આ શબ્દ

સૌથી પહેલા ઉપયોગમાં લેવાયો આ શબ્દ

અંગ્રેજ કવિ ચૉસરના જમાનામાં આ શબ્દ હાલો (hallow) થઈ ગયો. જ્યારે શેક્સપિયરના જમાનામાં હાલૂ (halloo) અને કેટલાક બદલાવ બાદ આ શબ્દ હાલવા, હાલુવા, હોલો બની ગયો.

ફોનનો આવિષ્કાર

ફોનનો આવિષ્કાર

જ્યારે ટેલિફોનનો આવિષ્કાર થયો તો સૌથી પહેલા લોકો ફોન પર કહેતા હતા કે 'આર યૂ ધેર', પરંતુ અમિકી સંશોધક થોમસ એડિસનને આટલું લાંબું વાક્ય બિલકુલ પસંદ ન હતું. એમણે જ્યારે પહેલી વખત ફોન કર્યો ત્યારે 'આર યૂ ધેર'ની જગ્યાએ 'હલો' શબ્દનો ઉપયોગ કર્યો. કેમ કે એમને ખ્યાલ હતો કે આર યૂ ધેર કહેવા પર સામે અવાજ પહોંચતો હોય તો હલો કહેવા પર પણ અવાજ સામેવાળાને પહોંચી જશે.

પહેલા ચલણમાં હતું આ વાક્ય

પહેલા ચલણમાં હતું આ વાક્ય

જો કે સૌથી પહેલા ટેલિફોન પર વાતચીત પહેલા 'વોટ ઈઝ વૉન્ટેડ', 'આર યૂ ધેર', 'આર યૂ રેડી ટૂ ટૉક' જેવાં વાક્યો પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ વાક્યો ક્યારેય ચલણમાં ન આવી શક્યાં.

લેખિત રૂપે હેલો શબ્દ ક્યારે અસ્તિત્વમાં આવ્યો

લેખિત રૂપે હેલો શબ્દ ક્યારે અસ્તિત્વમાં આવ્યો

હેલો શબ્દનો લેખિત રૂપે સૌથી પહેલા 1833માં ઉપયોગ કરવામાં આવ્યો. આ શબ્દને 1833માં નોહ વેબસ્ટર્સ ડિક્શનરીમાં લેવામાં આવ્યો હતો. જે 1860 બાદ ચલણમાં આવી ગયો. ફોન પર આ શબ્દનો સૌથી પહેલા ઉપયોગ 1887માં થોમ આલ્વા એડિસને કર્યો હતો અને ત્યારથી જ આ શબ્દ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.

એડિસને આપ્યો આ શબ્દ?

એડિસને આપ્યો આ શબ્દ?

અમેરિકન ટેલિગ્રાફ એન્ડ ટેલિફોન કંપનીના દસ્તાવેજોથી માલુમ પડે છે કે ફોન ઉઠાવીને હેલો કહેવાનું ચલણ સૌથી પહેલા એડિસને જ આપ્યું હતું. કહેવાય છે કે એડિસને જ ભૂલથી હલો શબ્દની જગ્યાએ હેલો કહી દીધું હતું, અને ત્યારથી જ આ શબ્દ ફોન પર અભિવાદન માટે પ્રચલિત થઈ ગયો જે આજે પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.

ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડ પરથી આવ્યો આ શબ્દ

ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડ પરથી આવ્યો આ શબ્દ

કહેવાય છે કે હેલો શબ્દનો અવિષ્કાર ફોનના અવિષ્કારક ગ્રેહામ બેલે કર્યો હતો. 10 માર્ચ 1876ના રોજ એલેક્ઝેન્ડર ગ્રેહામ બેલને ટેલિફોન આવિષ્કારની પેટન્ટ મળી. એમની ગર્લફ્રેન્ડનું નામ મારગ્રેટ હૈલો હતું, જેમને સૌથી પહેલા ફોન કરી હૈલો કહીને સંબોધી હતી. ત્યારથી હૈલો શબ્દ પ્રચલિત થયો.

હકીકત ઓછી, કિસ્સા વધારે

હકીકત ઓછી, કિસ્સા વધારે

જો કે આ હકીકત ઓછી કિસ્સા વધારે લાગે છે. કેમ કે ગ્રેહામ બેલે 1876માં ફોનના આવિષ્કારની પેટન્ટ લીધી હતી અે 1877માં એમના લગ્ન થયાં હતાં. એમણે પોતાની ગર્લફ્રેન્ડ સાથે જ લગ્ન કર્યાં હતાં અને એમનું નામ મૈબેલ જણાવવામાં આવતું હતું ના કે હૈલો. જો કે આ હેલો શબ્દ પાછળની આ સ્ટોરીઓ પ્રચલિત છે તેમાંથી હકીકત શું છે તે રહસ્ય બનીને રહી ગયું.

ભીમા કોરેગાંવ હિંસાઃ સુપ્રીમમાં આકરી દલીલ, ASGએ કહ્યું દરેક મામલો સુપ્રીમમાં કેમ? ભીમા કોરેગાંવ હિંસાઃ સુપ્રીમમાં આકરી દલીલ, ASGએ કહ્યું દરેક મામલો સુપ્રીમમાં કેમ?

English summary
why we say hello to start conversation? here is interesting facts about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X