બાબા સાહેબ આંબેડકરના સપનાઓ સાકાર કરશે મોદી?

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 મે: તમામ સર્વે બતાવે છે કે દેશની સત્તા બદલાવવાની છે. જનતા સત્તાની ચાવી નરેન્દ્ર મોદીના હાથમાં સોંપવા માંગે છે. આ લોકસભા ચૂંટણીમાં મોદીના જોરે ભાજપને જોરદાર સફળતાની આશા છે. આ આશાને પુરી કરવા માટે સમાજના બધા વર્ગોનું સમર્થન પણ મળી રહ્યું છે. ઉચ્ચ જાતિઓ, પછાત વર્ગ ઉપરાંત દલિતોને પણ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે પ્રશ્ન એ છે કે જો મોદી દેશના વડાપ્રધાન બને છે તો શું આઝાદીના 67 વર્ષ બાદ પણ હાંસિયામાં પડેલા 20 કરોડ દલિતોનું ઉત્થાન થઇ શકશે? એટલે નરેન્દ્ર મોદી બાબા સાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકરના સપનાઓને સાકાર કરી શકશે.?

મહાત્મા ગાંધીના સમકાલીન રહેલા આંબેડકરે પોતાના દર્શનની બુનિયાદી સોચના આધારે જાતિ પ્રથાના સમૂળ નાશને માન્યો હતો. તેમનું કહેવું હતું કે ત્યાં ના તો રાજકીય સુધારો લાવી શકાય અને ના તો આર્થિક સુધારો. તેમણે કહ્યું હતું કે જાતિવાદી સમાજના સમૂલ નાશ બાદ જે સ્થિતી પેદા થશે તેમાં સ્વંત્રતા, બરાબરી અને ભાઇચારો હશે. એક આદર્શ સમાજ માટે આંબેડકરનું આ જ સપનું હતું. એક આદર્શ સમાજે ગતિશીલ રહેવું જોએ અને સુધારા માટે થનાર પરિવર્તનનું હંમેશા સ્વાગત કરવું જોઇએ. એક આદર્શ સમાજમાં વિચારોનું આદન-પ્રદાન થતું રહેવું જોઇએ.

બાબા સાહેબ આંબેડકરનું કહેવું હતું કે સ્વતંત્રતાની અવધારણા પણ જાતિ પ્રથાને નકારે છે. જાતિ પ્રથાને ચાલુ રાખવાના પક્ષઘર લોકો રાજકીય આઝાદીની વાત તો કરે છે, પરંતુ તે લોકો પોતાનો ધંધો પસંદ કરવાની આઝાદી આપવા માંગતા નથી. બાબા સાહેબ આંબેડકર સમગ્ર સમાજની ઉન્નતિ ઇચ્છે છે. તેમણે શિક્ષણના મહત્વને સમજ્યું તથા તેને પ્રોત્સાહન આપ્યું.

15 ટકા સીટો દલિતો માટે અનામત

15 ટકા સીટો દલિતો માટે અનામત

આઝાદી બાદ દેશમાં લગભગ 60 વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે, પરંતુ દલિત હંમેશા ઉપેક્ષાના શિકાર રહ્યાં છે. દલિતોનો મોટો વર્ગ આજ સુધી પણ આર્થિક અને રાજકીય રીતે સમૃદ્ધ થઇ શક્યો નથી. જો કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 15 ટકા સીટો દલિતો માટે અનામત કરવામાં આવી છે. આ અનામત સીટોના લીધે દલિત નેતા રાજકારણના મુખ્યધારા સાથે જરૂર જોડાયા, પરંતુ દલિત સમાજ જાતિ પ્રથા જેવા દંશથી બહાર નિકળવામાં અસમર્થ રહ્યાં.

દલિત દિગ્ગજ નેતાઓએ વોટબેંકની રાજનિતિ કરી

દલિત દિગ્ગજ નેતાઓએ વોટબેંકની રાજનિતિ કરી

દલિત દિગ્ગજ નેતાઓમાં રામ વિલાસ પાસવાન, મીરા કુમાર અને માયાવતીએ રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વપૂર્ણ છાપ છોડી છે. એટલું જ નહી આ નેતા યેનકેન પ્રકારે કેન્દ્ર સરકારનો ભાગ પણ રહ્યા. પરંતુ તેમણે પણ ના તો આર્થિક રીતે અને ના તો સામાજિક રીતે પોતાના સમાજને ઉપર ઉઠાવવામાં કોઇ કારગર પગલાં ભર્યા, ફક્ત પોતાની ખુરશી બચાવવા માટે દલિતોના વોટ બેંકના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો. બાબા સાહેબ આંબેડકરની સોગંધ ખાનર આ નેતા સત્તાને વળગી રહીને ફક્ત દલિતોને ઠગવાનું કામ કર્યું.

21મી સદીમાં પણ છૂત-અછૂત પ્રથા

21મી સદીમાં પણ છૂત-અછૂત પ્રથા

આપણે 21મી સદીમાં જીવી રહ્યાં છે, પરંતુ આજે પણ છુત-અછૂતની પ્રથા ચાલુ છે. દક્ષિણ ભારતના કેટલાક મંદિરમાં દલિતોને પ્રવેશ કરવાની પરવાનગી નથી, દલિત સમુદાયના વરરાજાને ઘોડા પર ન ચઢવા દેવામાં આવતો નથી, હોટલોમાં દલિતો માટ અલગ વાસણો રાખવામાં આવે છે. ડૉ. બાબા સાહેબ આંબેડકરે 26 નવેમ્બર 1949ના સંવિધાન સભાની બેઠકમાં કહ્યું હતું કે સામાજિક અને આર્થિક રીતે બિન-સ્પર્ધા ભારત માટે પડકારરૂપ છે.

અનામતે દલિતો સમાજ આપ્યું સ્થાન

અનામતે દલિતો સમાજ આપ્યું સ્થાન

દલિતો અને પછાતવર્ગની જીંદગીમાં જે પરિવર્તન આવ્યા છે, તે ફક્ત અનામતના કારણે છે. અનામતના લીધે દલિતોને સરકારી નોકરીઓ અને રાજકારણમાં સ્થાન આપવું પડે છે. દેશમાં જે ગતિથી સ્થાનિક વિસ્તારોમાં ખાનગીકરણ થયું છે, તેનાથી સરકારી નોકરીઓ ઘટીને નગણ્ય રહી ગઇ છે. પ્રાઇવેટ નોકરીઓમાં અનામત નથી. શું એવામાં દલિતો અને શોષિતોના ઉત્થાનની કલ્પના કરી શકાય? શિક્ષણનું પણ ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. પ્રાઇમરી સ્કુલથી માંડીને ઉચ્ચ શિક્ષણ અને ટેક્નોલોજી શિક્ષણમાં ખાનગીકરણની બોલબાલા છે જેથી દલિત વર્ગ અર્થના અભાવે શિક્ષણથી પણ વંચિત રહી જાય છે. તેમછતાં ચૂંટણીમાં તેમના મુદ્દાઓ રાજકીય ચર્ચા અને ચૂંટણી વાયદાઓમાં વધુ નજર આવતા નથી.

મોદી દલિતોને સમાનતાનો અધિકાર અપાવી શકશે

મોદી દલિતોને સમાનતાનો અધિકાર અપાવી શકશે

અત્યાર સુધી ઠગાતો રહેતો દલિત વર્ગ આ વખતે નરેન્દ્ર મોદી પાસે આશા રાખીને બેઠ્યો છે. પછાત વર્ગમાંથી આવનાર નરેન્દ્ર મોદી જો દેશની બાગડોર સંભાળે છે તો તેમના ઉપર સૌથી મોટી જવાબદારી શોષિતો અને દલિતોના કલ્યાણ માટે કારગર પગલાં ભરવાની હશે. ભારત ત્યારથી જ વિકસિત દેશ કહેડાવવાનો હક ધરાવશે, જ્યાં નિચલો વર્ગ આઝાદીનો સ્વાદ ચાખી ન લે. નિશ્વિતરૂપથી આ ચૂંટણી વર્ષનો સૌથી મોટો પ્રશ્ન છે, 'મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જો દેશની સત્તામાં આવે છે તો ભાજપના ઘોષણા પત્ર 'એક ભારત શ્રેષ્ઠ ભારત' હેઠળ નરેન્દ્ર મોદી સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને આર્થિક રીતે પછાત દલિતોને સમાનતાનો અધિકાર અપાવી શકશે અને શું આમ કરીને નરેન્દ્ર મોદી દલિતોના મસીહા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સપનાઓને સાકાર કરી શકશે?

English summary
Would Modi complete certainty of Baba Saheb Ambedkar dreams ?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X