સલમાન ખાન ફિલ્મ કિક 2 માં જોવા મળશે નવી સ્ટાર કાસ્ટ

Posted By:
Subscribe to Oneindia News

પહેલા એવી ખબર હતી કે કિક 2 ફિલ્મમાં સલમાન ખાન સાથે જેકલીન ફર્નાન્ડિઝ જોવા મળશે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં નવી એન્ટ્રી થઇ રહી છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર કિક 2 ફિલ્મમાં સલમાન ખાન સાથે એમી જેક્શન જોવા મળશે.

ખરેખર કિક 2 ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝ નો ટ્રેક પૂરો થઇ ગયો હતો. એટલા માટે કિક 2 ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝ ને બદલે બીજી અભિનેત્રીને લેવા માટે ચર્ચા થઇ છે. કિક 2 ફિલ્મની કહાની અને રોલ પહેલી ફિલ્મ કરતા બિલકુલ અલગ હશે એટલા માટે એમી જેક્શન આ રોલ માટે ફિટ બેસે છે.

સાજીદ નડિયાદવાલા ના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 2019 ક્રિસ્મસ દરમિયાન રિલીઝ થશે. વર્ષ 2014 સુપર હિટ ફિલ્મ કિક બાદ સલમાન ખાન ફેન્સ ખુબ જ આતુરતાપૂર્વક આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. સૂત્રો મુજબ આ ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલમાં જોવા મળશે, એક હીરો અને બીજો વિલન.

નવા કેરેક્ટર

નવા કેરેક્ટર

કિક 2 ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝ અને નવાઝુદીન સીદીકી જોવા મળશે નહીં. હાલમાં સાજીદ નડિયાદવાલા એકદમ નવા કેરેક્ટરની શોધ કરી રહ્યા છે.

ડબલ રોલમાં સલમાન ખાન

ડબલ રોલમાં સલમાન ખાન

કિક 2 ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલમાં જોવા મળશે. સૂત્રો અનુસાર સલમાન ખાન આ ફિલ્મમાં હીરો અને વિલન બંને હશે. આ આઈડિયા ખુદ સલમાન ખાન ઘ્વારા આપવામાં આવ્યો છે.

બોક્સઓફિસ પ્રેસર

બોક્સઓફિસ પ્રેસર

સાજીદ નડિયાદવાલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કિક બનાવતી વખતે તેમને લાગતું ના હતું કે આ ફિલ્મ ચાલશે. પરંતુ કિક બ્લોકબસ્ટર સાબિત થયી. એટલા માટે હવે તેમના પર પ્રેસર વધી ગયું છે.

ધમાકેદાર એક્શન

ધમાકેદાર એક્શન

કિક 2 ફિલ્મમાં ધમાકેદાર એક્શન હશે. કિક 2 ફિલ્મ માટે હોલિવુડ એક્શન કોરિયોગ્રાફર ને એપ્રોચ કરવામાં આવી રહ્યો છે.

દીપિકા પાદુકોણે ઘ્વારા ફરી ફિલ્મ રિજેક્ટ કરવામાં આવી

દીપિકા પાદુકોણે ઘ્વારા ફરી ફિલ્મ રિજેક્ટ કરવામાં આવી

વચ્ચે એવી પણ અફવાહ આવી હતી કે કિક 2 ફિલ્મ માટે સલમાન ખાન સામે દીપિકા પાદુકોણ ને લેવામાં આવી રહી છે. પરંતુ લાગે છે કે વાત આગળ નથી વધી રહી. આપણે જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ સલમાન ખાનની લગભગ 3 થી 4 ફિલ્મો રિજેક્ટ કરી ચુકી છે.

બ્લોકબસ્ટર છે ફિલ્મ

બ્લોકબસ્ટર છે ફિલ્મ

ક્રિસ્મસ ધમાકા ટાઈગર ઝિંદા હૈ પછી એક વાત તો સાબિત થઇ ચુકી છે કે ઈદ અને ક્રિસ્મસ બંને સલમાન ખાન ના છે. કદાચ આટલું જોઈને જ કિક 2 ફિલ્મ પણ ક્રિસ્મસ દરમિયાન રિલીઝ કરવામાં આવી રહી છે.

English summary
A report suggests that Amy Jackson will be starring opposite Salman Khan in Kick 2. Sajid Nadiadwala's Kick 2 is slated for a Christmas 2019 release.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.