For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોપાલ ગૅસ કાંડ પર વધુ એક ફિલ્મ : ભોપાલ ઍ પ્રેયર ફૉર રેન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 ડિસેમ્બર : લગભગ 30 વર્ષ અગાઉ ડિસેમ્બર-1984માં ભોપાલ ખાતે હજારો નિર્દોષ લોકોની જિંદગી એક પળમાં ખતમ થઈ ગઈ હતી. થયુ એમ હતું કે ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ જંતુનાશક પ્લાંટમાંથી અકસ્માતે ઝેરીલી ગૅસ નિકળી અને આખા વાતાવરણમાં ફેલાઈ ગઈ. આ અકસ્માતના ભોગ બનેલા લોકોનો દર્દ મોટા પડદે ઉતારવા માટે અનેક ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો આગળ આવ્યા. અનેક ફિલ્મો વડે ભોગાલ ગૅસ કાંડની હકીકત લોકો સામે લાવવામાં આવી.

આજે ભોપાલ ગૅસ કાંડને 30 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે અને તેની ઉપર વધુ એક ફિલ્મ ભોપાલ ઍ પ્રેયર ફૉર રેન આવી રહી છે. રવિ કુમાર દિગ્દર્શિત આ ફિલ્મમાં માર્ટિન શીન, મિસ્કા બાર્ટન, કાલ પેન, ફાગુન ઠકરાર, તનિષ્ઠા ચૅટર્જી તથા રાજપાલ યાદવ જેવા કલાકારો કામ કરી રહ્યા છે.

ચાલો તસવીરો સાથે જોઇએ ભોપાલ ગૅસ કાંડ પર અત્યાર સુધી બનેલી ફિલ્મો :

ભોપાલ ઍ પ્રેયર ફૉર રેન

ભોપાલ ઍ પ્રેયર ફૉર રેન

ફિલ્મકાર રવિ કુમારની આ ફિલ્મ આગામી 5મી ડિસેમ્બરે ભારતમાં રિલીઝ થઈ રહી છે. ભોપાલ ઍ પ્રેયર ફૉર રેન ન્યુયૉર્કના એક થિયેટરમાં ગત 7મી નવેમ્બરે રિલીઝ થઈ ચુકી છે. ઉપરાંત લૉસ એંજલ્સમાં 14મી નવેમ્બરે તથા અમેરિકાના કેટલાક શહેરોમાં પણ દર્શાવાઈ ચકી છે. ફિલ્મમાં હૉલીવુડ કલાકાર માર્ટિન શીન, મિશા બર્ટન, કાલ પેન તથા ભારતીય કલાકારો રાજપાલ યાદવ તેમજ તનિષ્ઠા ચૅટર્જી લીડ રોલમાં છે.

ભોપાલ એક્સપ્રેસ

ભોપાલ એક્સપ્રેસ

મહેશ મિથાઈએ 1999માં ભોપાલ એક્સપ્રેસ બનાવી હતી કે જેમાં કે કે મેનન, નસીરુદ્દીન શાહ, નેત્રા રઘુરામન અને ઝીનત અમાન જેવા ઉમ્દા કલાકારો હતાં. ફિલ્મમાં ભોપાલ ગૅસ કાંડથી પ્રભાવિત એક નવદમ્પતિનું જીવન દર્શાવાયુ હતું.

વન નાઇટ ઇન ભોપાલ

વન નાઇટ ઇન ભોપાલ

બીબીસીએ કાલ્પનિક પાત્રો તથા વાર્તાથી ઇતર 2004માં આ દસ્તાવેજી ચિત્ર બનાવ્યુ હતું કે જેમાં ભોપાલ ગૅસ કાંડ પીડિતોના દર્દ અને અનુભવોને તેમની જુબાનીએ પડદા પર ચિત્રિત કરવામાં આવ્યા હતાં.

ભોપાલી

ભોપાલી

ભોપાલ ગૅસ કાંડના બનાવથી હટકે વૅન મૅક્સમિલિયન કાર્લસને પીડિતોની હાલત તથા પરિસ્થિતિ પર એક ડૉક્યુમેંટરી બનાવી હતી. તેમાં યુનિયન કાર્બાઇડ વિરુદ્ધ લોકોનો ન્યાય માટેનો જંગ દર્શાવાયો હતો.

સંભાવના

સંભાવના

જોસેફ મેલને ચાર વર્ષ અગાઉ આવી જ એક ડૉક્યુમેંટરી બનાવી હતી કે જે આજે પણ દર્શકોને હચમચાવી મૂકે છે. એક બાજુ ડૉવ કેમિકલે ભોપાલના નિર્દોષ લોગો પ્રત્યે પોતાની જવાબદારીમાંથી મોઢુ ફેરવી લીધુ હતું, તો બજી બાજુ સંભાવના ક્લિનિક જેવી નાનકડી હૉસ્પિટલે હજારો પીડિતોની મફત સારવાર કરી માનવતાનો દાખલો રજૂ કર્યો હતો.

ધ યસ મેન ફિક્સ ધ વર્લ્ડ

ધ યસ મેન ફિક્સ ધ વર્લ્ડ

આ રાજકીય ડૉક્યુમેંટરી નિર્માતા એંડી બિચલબમ અને માઇક બોનાન્નોએ મળી બનાવી હતી. ફિલ્મ મુખ્યત્વે ભોપાલ ગૅસ કાંડના પીડિતોના હક તથા ન્યાયના સંઘર્ષ પર કેન્દ્રિત હતી. દિગ્દર્શક કુર્ત એંગફેહરે પણ ફિલ્મમાં યોગદાન આપ્યુ હતું.

English summary
Bhopal Gas tragedy is one of the biggest disaster happened in India. Its been 30 years of this tragedy. Thousands of people lost their lives due to this tragedy. Here are movies who portrayed this disaster on silver screen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X