For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૉલીવુડ-બૉલીવુડે પણ કરી ઓબામા પર અભિનંદન વર્ષા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 7 નવેમ્બર : અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફરી ચુંટણી જીતી બીજી વાર ઇતિહાસ સર્જ્યો છે. બરાક ઓબામા ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ ચુંટાઈ આવ્યાં છે. તેમણે તેમના હરીફ મિટ રોમનીને ભારે અંતરથી પરાસ્ત કર્યાં. ઓબામાની જીતના જશ્નમાં હાલ અમેરિકા ઉપરાંત ભારત પણ શામેલ છે. ઓબામાની જીતના સમાચાર મળતાં જ ઓબામા ઉપર અભિનંદન વર્ષા શરૂ થઈ ગઈ. તેમાં હૉલીવુડ અને બૉલીવુડ પણ પાછળ નથી. બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓએ ઓબામાને ટ્વિટર દ્વારા ચુંટણીમાં વિજય પર અભિનંદન આપ્યાં છે.

ટ્વિટર પર શુભેચ્છા પાઠવનારાઓનું કહેવું છે કે ઓબામાની આ જીત પાછળ તેમની મહેનત અને સચ્ચાઈ છે. અમેરિકાથી લઈ ભારત અને બૉલીવુડથી લઈ હૉલીવુડ સુી તમામલોકો ઓબામાના વખાણ કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે કરિશ્માઈ વ્યક્તિત્વ, શાંત, તીવ્ર બુદ્ધિ અને કોમળ હૃદયી નેતા છે બરાક ઓબામા. તેઓ લોકોની લાગણીઓ સમજે છે. તેથી લોકોએ તેમની ઉપર બીજી વાર વિશ્વાસ મુક્યો છે.

આવો આપને તસવીરો વડે બતાવીએ ટ્વિટર પર કોણે શું લખ્યું ?

ઓબામાને જોતા શાંત થતી નેહા

ઓબામાને જોતા શાંત થતી નેહા

બૉલીવુડના હૉટ અભિનેત્રી નેહા ધુપિયાએ બરાક ઓબામાને વિજયની શુભકામના આપી છે. નેહાએ લખ્યું છે - હું બરાક ઓબામાની બહુ મોટી ફૅન છું. હું તે વખતે ટેલીવિઝન સામે એકદમ શાંત થઈ જાઉ છું કે જ્યારે બરાક ઓબામા પ્રજાને સંબોધે છે.

જળવાઈ રહેશે ચાર્મ - મધુર

જળવાઈ રહેશે ચાર્મ - મધુર

બૉલીવુડના નિર્માતા-દિગ્દર્શક મધુર ભંડારકરે લખ્યું છે - ઓબામા અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ છે. તેમનું ચાર્મ વધુ ચાર વરસ સુધી જળવાઈ રહેશે.

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

મિસ એશિયા પૅસિફિક દિયા મિર્ઝાએ ઓબામાને જીત પર અભિનંદન આપ્યાં. દિયાએ જણાવ્યું - મને ખૂબ ખુશી થઈ કે ઓબામા ફરી જીતી ગયાં.

એ. આર. રહેમાન

એ. આર. રહેમાન

જાણીતાં સંગીતકાર એ. આર. રહેમાને પણ ઓબામાને શુભેચ્છા આપતાં લખ્યું છે - બીજી વાર જીત માટે ઓબામાજી ખૂબ-ખૂબ અભિનંદન, મુબારક હો અમેરિકા.

સેલિના જેટલી

સેલિના જેટલી

સેલિનાએ લખ્યું છે - ઓબામાજી આપને ખૂબ-ખૂબ મુબારક. આપ એમ જ સફળતાની સીડીઓ ચડતા રહો. આપની જીતથી હું ખૂબ ખુશ છું.

કુણાલ કોહલી

કુણાલ કોહલી

કુણાલ કોહલીએ લખ્યું છે - ઓબામાની જીત તેમની મહેનતનું પરિણામ છે. ઓબામાજી આપને ખૂબ-ખૂબ અભિનંદન.

કાલ્કી કોચલિન

કાલ્કી કોચલિન

અભિનેત્રી કાલ્કી કોચલિને પણ બરાક ઓબામાને અભિનંદન આપ્યાં છે. તેમણે ટ્વિટ કર્યું છે - ઓબામાની જીત ભારત માટે ખૂબ મહત્વ ધરાવે છે.

લૅડી ગાગા

લૅડી ગાગા

પાર્શ્વ ગાયિકા લૅડી ગાગાએ પણ ટ્વિટ કર્યુ છે - ઓબામાની જીતે મારી અંદર જોશ ભરી દીધું છે. હું ખૂબ ખુશ છું. મારા તરફથી ઓબામાને ખૂબ-ખૂબ અભિનંદન.

કૅટી પૅરી

કૅટી પૅરી

કૅટી પૅરીએ ટ્વિટર પર લખ્યું છે - આવતા ચાર વરસ અમેરિકાની સત્તા એક સારા માણસના હાથમાં રહેશે. ઓબામા તેના માટે થૅંક યૂ મેરી મચ.

English summary
President Barack Obama’s win has emerged as a favorite topic of conversation on social media. Here’s what celebrities have been tweeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X