For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્ઝ કેસમાં પૂછપરછ માટે NCB ઑફિસ પહોંચ્યા અર્જૂન રામપાલ, ઘરે પણ થઈ ચૂકી છે રેડ

ડ્રગ્ઝ કેસમાં ફિલ્મ અભિનેતા અર્જૂન રામપાલની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ પૂછપરછ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ડ્રગ્ઝ કેસમાં ફિલ્મ અભિનેતા અર્જૂન રામપાલની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ પૂછપરછ કરી છે. શુક્રવારે સવારે લગભગ 11 વાગે અર્જૂન રામપાલ એનસીબીની મુંબઈ સ્થિત ઑફિસ પહોંચ્યા. એનસીબીની ટીમે 9 નવેમ્બરે અર્જૂનના ઘરે રેડ પાડી હતી. ડ્રગ્ઝ કેસમાં અર્જૂનની પાર્ટનર ગેબ્રિએલા ડિમિટ્રિયાડેસની એનસીબી પૂછપરછ કરી ચૂકી છે. વળી, અર્જૂન રામપાલના દોસ્ત બતાવાયેલ પૉલ બરટેલની આ કેસમાં એનસીબી ધરપકડ કરી ચૂકી છે.

arjun rampal

ડ્રગ્ઝ કેસમાં અર્જૂન અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા બંને એનસીબીની તપાસના ઘેરામાં છે. એનસીબીએ અર્જૂન રામપાલના ઘરે રેડ પાડ્યા બાદ તેની અને ગેબ્રિએલાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમના ઘરેથી લેપટૉપ, મોબાઈલ ફોન અને ટેબલેટ સહિત અમુક ગેઝેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્ઝ ડિલરો અને બોલિવુડ હસ્તીઓ વચ્ચે કથિત સંબંધો વિશે એનસીબીએ તપાસ શરૂ કરી હતી. એનસીબીએ આ અંગે અત્યાર સુધી 20થી વધુ લોકોની ધરપકડ કરી ચૂકી છે.

આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી હતી. રિયા હાલમાં જામીન પર બહાર છે. રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી હજુ પણ આ કેસમાં જેલમાં છે. ફિરોઝ નડિયાદવાલાની પત્ની પણ આ કેસમાં પકડાઈ ચૂકી છે. એનસીબીએ આ કેસમાં ગયા મહિને અભિનેત્રી દીપિકા પાદુકણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ સહિત ઘણા મોટા નામોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તમને જણાવી દઈએ કે સુશાંતના કથિત રીતે આત્મહત્યા કરી લીધા બાદ તેમના ડ઼્રગ્ઝના બંધાણી હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ એનસીબીએ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી હતી. સુશાંતના મોત કેસમાં સીબીઆઈ અને ઈડીએ પણ તપાસ કરી છે.

ધનતેરસ અને દિવાળી પર રાતે 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે બજારોધનતેરસ અને દિવાળી પર રાતે 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે બજારો

English summary
Mumbai: Arjun Rampal reached at Narcotics Control Bureau (NCB) offfice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X