For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો પર નંદિતા દાસે તોડ્યુ મૌન

પિતા જતીન દાસ પર યૌન શોષણનો આરોપ લાગ્યા બાદ નંદિતાએ કહ્યુ કે તે આ કેમ્પેઈનનું સમર્થન કરતી રહેશે.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી અને ડાયરેક્ટર નંદિતા દાસ શરૂઆતથી જ #MeToo કેમ્પેઈનનું સમર્થન કરતી આવી છે. પિતા જતીન દાસ પર યૌન શોષણનો આરોપ લાગ્યા બાદ તેણે કહ્યુ કે તે આ કેમ્પેઈનનું સમર્થન કરતી રહેશે. નંદિતા દાસે ફેસબુક પર એસ પોસ્ટ લખીને આ અભિયાનનું સમર્થન કરતા રહેવાની વાત કરી છે. નંદિતાના પિતા અને જાણીતા પેઈન્ટર જતીન દાસ પર એક મહિલાઓ યૌન શોષણના આરોપ લગાવ્યા છે. દાસે આ આરોપનો ઈનકાર કરતા તેને અશિષ્ટ ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ લગ્નમાં વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહિલાને ગરબા રમવાથી રોકીઆ પણ વાંચોઃ લગ્નમાં વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહિલાને ગરબા રમવાથી રોકી

nandita-jatin das

નંદિતા દાસે ફેસબુક પર લખ્યુ, #MeToo કેમ્પેઈનના મજબૂત સમર્થક હોવાના નાતે હું કહેવા ઈચ્છુ છુ કે મારા પિતા પર લાગેલા આરોપો છતાં હું આના સમર્થનમાં બોલતી રહીશે. મે ઘણી શરૂઆતમાં જ કહ્યુ હતુ કે આ સમય સાંભળવાનો છે જેથી મહિલા અને પુરુષ બોલવામાં સુરક્ષિત અનુભવે. નંદિતાએ કહ્યુ કે આ સાથે એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આ અભિયાનને ખરાબ કરવા માટે ખોટા આરોપ લગાવવામાં ન આવે.

આ પણ વાંચોઃ #MeToo: એમ જે અકબર સામે સાક્ષી બનવા રમાનીના સમર્થનમાં આવી 17 મહિલા પત્રકારઆ પણ વાંચોઃ #MeToo: એમ જે અકબર સામે સાક્ષી બનવા રમાનીના સમર્થનમાં આવી 17 મહિલા પત્રકાર

નંદિતાએ કહ્યુ કે તેને વિશ્વાસ છે કે સત્યની જીત થશે. તેની પાસે અત્યારે કહેવા માટે માત્ર આ જ છે. નંદિતાના પિતા અને પદ્મભૂષણથી સમ્માનિત જતીન દાસ પર નિશા બોરા નામની એક મહિલાએ 14 વર્ષ પહેલા તેના યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બોરાએ કહ્યુ કે દાસે તેને બળજબરીથી પકડવાની કોશિશ કરી હતી.

English summary
Nandita Das Will Continue To Support #MeToo Mvement Even After Allegations Against Her Father Jatin Das.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X