સિંગ ઇઝ બ્લિંગ કે તલવાર, જાણો બોક્સ ઓફિસ પર કોણ કેટલું કમાયું!

Posted By:
Subscribe to Oneindia News

ગત શુક્રવારે પ્રભુ દેવા નિર્મિત અને અક્ષય કુમાર સ્ટાર્રર સિંગ ઇઝ બ્લિંગ અને તલવાર એક સાથે ભારતભરના સિનેમાઘરોમાં રિલિઝ થઇ હતી. સિંગ ઇઝ બ્લિંગ એક કોમેડી એક્શન ફિલ્મ છે. ત્યાં જ તલવાર રિલિય લાઇફ સ્ટોરી આરુષી મર્ડર પર આધારીત છે. જો કે તેમ છતાં આ બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવામાં સફળ રહી છે.

અક્ષય કુમારની સિંગ ઇઝ બ્લિંગ તેની રિલિઝ બાદ અનેક નવા રેકોર્ડ સર્જ્યા છે. આ ફિલ્મ તેના ઓપનિંગ ડે પર આ વર્ષથી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. અને તેણે સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાનને પણ પાછળ પછાડી દીધી છે. સાથે જ છેલ્લા ચાર દિવસોમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અડધી સદી ફટકારી દીધી છે.

 

ત્યાં જ બીજી તરફ તલવાર એક સિરિયસ ક્રાઇમ ઇન્વેસ્ટીંગેશન ફિલ્મ છે. જે આરુષિ મર્ડર કેસ જેવી સત્ય ધટના પર આધારિત છે. આ ફિલ્મે ફરી એક વાર ભારતભરમાં આરુષિ મર્ડરકેસના મામલાને એક નવો વળાંક આપ્યો છે. અને ધીરે ધીરે જ પણ એક સ્મોલ બજેટ ફિલ્મ તરીકે આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. ત્યારે આ બન્ને ફિલ્મોએ તેની રિલિઝના ચાર દિવસ બાદ કેટલી કમાણી કરી છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ઓપનિંગ ડે સિંગ ઇઝ બ્લિંગ
  

ઓપનિંગ ડે સિંગ ઇઝ બ્લિંગ

શુક્રવારે રિલિઝ થયેલી ફિલ્મ સિંગ ઇઝ બ્લિંગ 20.67 કરોડ સાથે બમ્પર ઓપનિંગ કર્યું હતું. આ ફિલ્મે સલમાન ખાનની બજરંગી ભાઇજાન કરતા પણ વધુ કમાણી કરી છે.

વીકએન્ડ કમાણી
  

વીકએન્ડ કમાણી

ત્યારે સિંગ ઇઝ બ્લિંગ શનિવારે 14.90 કરોડ અને રવિવારે 19.27 કરોડની કમાણી કરી હતી.

સોમવારનું કલેક્શન
  

સોમવારનું કલેક્શન

જો કે સોમવારે આ ફિલ્મની કમાણી ઓછી થઇ હતી સોમવારે આ ફિલ્મ 7.01 કરોડની કમાણી કરી હતી.

ચાર દિવસનું ટોટલ
  
 

ચાર દિવસનું ટોટલ

જે હિસાબે સિંગ ઇઝ બ્લિંગે તેની રિલિઝના ચાર દિવસની અંદર કુલ 61.54 કરોડ રૂપિયાની અધધ કમાણી બોક્સ ઓફિસ પર કરી છે.

વસૂલી
  

વસૂલી

નોંધનીય છે કે સિંગ ઇંગ બ્લિંગ 92 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. ત્યારે તેની ચાર દિવસની કમાણી આ ફિલ્મની અડધેથી વધુ કમાણી કરાવી દીધી છે.

100 કરોડની કલબ
  

100 કરોડની કલબ

વળી જાણકારોનું માનીએ તો આ ફિલ્મ હજી પણ સારી ચાલશે અને જલ્દી જ 100 કરોડની ફિલ્મના લિસ્ટમાં સ્થાન મેળવી લેશે.

ઓપનિંગ ડે તલવાર
  

ઓપનિંગ ડે તલવાર

શુક્રવારે રિલિઝ થયેલી ફિલ્મ તલવારે તેના ઓપનિંગ ડેના દિવસે 2.05 કરોડની કમાણી કરી હતી. જે એક સ્મોલ બજેટ ફિલ્મ માટે સારી ઓપનિંગ કહી શકાય.

વીકએન્ડ કલેક્શન
  

વીકએન્ડ કલેક્શન

તો વળી તલવારે શનિવારે 2.75 કરોડ અને રવિવારે 3.50 કરોડની કમાણી કરી હતી. અને ધીરે ધીરે આ ફિલ્મ વધુ નામના મેળવી રહી છે.

તલવારનું સોમવારનું કલેક્શન
  

તલવારનું સોમવારનું કલેક્શન

જો કે સોમવારે આ ફિલ્મની કમાણીમાં ધટાડો થયો હતો. સોમવારે આ ફિલ્મ 1.75 કરોડની કમાણી બોક્સ ઓફિસ પર કરી હતી.

તલવારની ટોટલ કમાણી
  

તલવારની ટોટલ કમાણી

ત્યારે શુક્રવારે રિલિઝ થયા પછી ચાર દિવસ બાદ આ ફિલ્મે કુલ 11 કરોડની કમાણી કરી છે.

ટોટલ બજેટ
  

ટોટલ બજેટ

તલવાર 35 કરોડના ખર્ચે બની છે અને ચાર દિવસમાં તે 11 કરોડ કમાઇ ચૂકી છે. વળી, વર્ડ ઓફ માઉથના લીધે આ ફિલ્મને પબ્લિસિટી મળી રહી છે.

સ્ટ્રોંગ સ્ટોરી લાઇન
  

સ્ટ્રોંગ સ્ટોરી લાઇન

ત્યારે આરુષિ મર્ડર કેસ જેવી રિયલ લાઇફ ધટના સાથે જોડાયેલી આ ફિલ્મ આવનારા સમયમાં પણ સારો વેપાર કરશે તેવું જાણકારોનું માનવું છે.

English summary
Singh Is Bliing had an excellent opening at the box office on Monday and managed to rake in 7.01 Crores. The movie witnessed a 60 per cent dip as the long weekend came to an end. Talvar had a very strong opening at the box office on Monday and managed to rake in 1.75 Crores. The movie witnessed a 30 per cent dip as the long weekend came to an end.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.