• search

સિંઘમ 100 કરોડી : જુઓ સ્વાતંત્રતા પર્વે Blockbusters થયેલી ફિલ્મો

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 20 ઑગસ્ટ : અજય દેવગણ અને કરીના કપૂર અભિનીત ફિલ્મ સિંઘમ રિટર્ન્સે બૉક્સ ઑફિસે મજબૂત પક્કડ જમાવી લીધી છે. પહેલા જ દિવસે 32 કરોડની કમાણી કરનાર સિંઘમ રિટર્ન્સ પાંચ દિવસમાં કમાણીનો 100 કરોડનો આંકડો પાર કરી ચુકી છે. આવતા શુક્રવારે રાણી મુખર્જી અભિનીત મર્દાની ફિલ્મ રિલીઝ થતા સિંઘમ રિટર્ન્સના બૉક્સ ઑફિસ કલેક્શનની ઝડપ ઓછી થવાની શક્યતા છે, પરંતુ જો મર્દાનીમાં લોકોને સિંઘમ જેવો દમ ન જણાય, તો સિંઘમ રિટર્ન્સ ચોક્કસ 2000 કરોડનો આંકડો પણ પાર કરી લેશે.

  વર્ષ 2011માં રિલીઝ થયેલી સિંઘમે બૉક્સ ઑફિસે બહેતરીન કમાણીનો એક નવો રેકૉર્ડ બનાવ્યો હતો. સિંઘમ અજય દેવગણના કૅરિયરની સૌથી હિટ સાબિત થઈ અને હવે સિંઘમ રિટર્ન્સ ફરી એક વખત અજય દેવગણ તથા રોહિત શેટ્ટીની જોડીનો જાદૂ જાળવી રાખવામાં સફળ રહી છે. જોકે ફિલ્મ જોયા બાદ ફૅન્સ થોડાક નિરાશ થયા, કારણ કે ફિલ્મમાં તેમને સિંઘમ જેવો જાદૂ ન જણાયો. કરીના કપૂર અને અજય દેવગણ વચ્ચે શૂટ કરાયેલા રોમાંટિક સીન્સ પણ દર્શકોને ખાસ ઇમ્પ્રેસ ન કરી શક્યાં. આમ છતાં એક્શન સિક્વંસે સારી શરુઆત આપી.

  ચાલો જોઇએ સ્વાતંત્ર્ય દિવસ પર્વ પ્રસંગે રિલીઝ થઈ બ્લૉકબસ્ટર થયેલી ફિલ્મોની ઝલક :

  સિંઘમ રિટર્ન્સ

  સિંઘમ રિટર્ન્સ

  રિલીઝ ડેટ - 15મી ઑગસ્ટ, 2014
  બૉક્સ ઑફિસ કલેક્શન - 100 કરોડ
  સિંઘમ રિટર્ન્સ સિંઘમની સિક્વલ છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત અને રિલાયંસ એંટરટેનમેંટ નિર્મિત ફિલ્મમાં અજય દેવગણ અને કરીના કપૂર લીડ રોલમાં છે.

  એક થા ટાઇગર

  એક થા ટાઇગર

  રિલીઝ ડેટ - 15મી ઑગસ્ટ, 2012
  બૉક્સ ઑફિસ - 330 કરોડ
  એક થા ટાઇગર 2012માં આવેલી એક્શન ફિલ્મ હતી. યશ રાજ ફિલ્મ્સના બૅનર હેઠળ આદિત્ય ચોપરા નિર્મિત અને કબીર ખાન દિગ્દર્શિત એક થા ટાઇગરમાં સલમાન ખાન, કરીના કપૂર, રણવીર શૌરી, ગિરીશ કર્નાડ, રોશન સેઠ અને ગેવી ચહલ હતાં.

  બચના ઐ હસીનો

  બચના ઐ હસીનો

  રિલીઝ ડેટ - 15 ઑગસ્ટ,
  બૉક્સ ઑફિસ - 62.5 કરોડ
  બચના ઐ હસીનો એક કૉમેડી ફિલ્મ હતી કે જેમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણે, બિપાશા બાસુ અને મિનીષા લાંબા હતાં.

  તેરે નામ

  તેરે નામ

  રિલીઝ ડેટ - 15મી ઑગસ્ટ, 2003
  સતીશ કૌશિક દિગ્દર્શિત અને બાલા લિખિત તેરે નામ એક મ્યુઝિકલ રોમાંટિક ડ્રામા ફિલ્મ હતી. ફિલ્મમાં સલમાન ખાન અને ભૂમિકા ચાવલા લીડ રોલમાં હતાં.

  ચેન્નઈ એક્સપ્રેસ

  ચેન્નઈ એક્સપ્રેસ

  રિલીઝ ડેટ - 9મી ઑગસ્ટ, 2013
  બૉક્સ ઑફિસ - 395 કરોડ
  રેડ ચિલીસ એંટરટેનમેંટના બૅનર હેઠળ ગૌરી ખાન નિર્મિત અને રોહિત શેટ્ટી દિગ્દર્શિત ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે લીડ રોલમાં હતાં.

  ચક દે ઇન્ડિયા

  ચક દે ઇન્ડિયા

  રિલીઝ ડેટ - 10મી ઑગસ્ટ, 2007
  બૉક્સ ઑફિસ - 79.69 કરોડ
  ચક દે ઇન્ડિયા હૉકી રમત પર આધારિત ફિલ્મ હતી. યશ રાજ ફિલ્મ્સ નિર્મિત અને શિમિત અમીન દિગ્દર્શિત ચક દે ઇન્ડિયામાં શાહરુખ ખાને કબીર ખાનનો રોલ કર્યો હતો કે જેઓ ભારતીય હૉકી ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન હતાં.

  મંગલ પાન્ડે ધ રાઇઝિંગ

  મંગલ પાન્ડે ધ રાઇઝિંગ

  રિલીઝ ડેટ - 12મી ઑગસ્ટ, 2005
  બૉક્સ ઑફિસ - 55.01 કરોડ
  મંગલ પાન્ડે ધ રાઇઝિંગ મંગલ પાન્ડે પર આધારિત બાયોગ્રાફિકલ હિસ્ટોરિકલ ફિલ્મ હતી કે જેમાં આમિર ખાન લીડ રોલમાં હતાં.

  દિલ ચાહતા હૈ

  દિલ ચાહતા હૈ

  રિલીઝ ડેટ - 10મી ઑગસ્ટ, 2001
  બૉક્સ ઑફિસ - 91 કરોડ
  દિલ ચાહતા હૈ કૉમેડી-ડ્રામા ફિલ્મ હતી કે જેમાં આમિર ખાન, સૈફ અલી ખાન, અક્ષય ખન્ના, પ્રીતિ ઝિંટા, સોનાલી કુલકર્ણી તથા ડિમ્પલ કાપડિયા લીડ રોલમાં હતાં.

  આ પણ વાંચો...

  આ પણ વાંચો...

  B'day Boy : ઇમરાન નહીં, રણદીપ છે સીરિયલ કિસર, જુઓ 10 Hottest Kissing Scenes

  English summary
  Singham Returns has crossed 100 crore in just five days of its release. Ajay Devgan and kareena Kapoor starer Singham Returns started with 32 crore opening on Box Office. Singham Returns in the latest addition to the huge list of Independence Day blockbusters, movies that released in and around Independence Day and became huge Box Office hits.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more