નવા વર્ષના પડકારોનો સામનો કરવા તૈયાર અરશદ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 1 જાન્યુઆરી : નવા વર્ષે અને પહેલા જ મહીને એક સાથે બે-બે ફિલ્મો લઈ દર્શકો સામે આવી રહેલા બૉલીવુડ અભિનેતા અરશદ વારસી નવા વર્ષના પડકારોનો સામનો કરવા તૈયાર છે. અરશદની બે ફિલ્મો મિ જોએ બી કારવાલ્હો તથા ડેઢ ઇશ્કિયા રિલીઝ માટે તૈયાર છે. અરશદે નવા વર્ષ 2014 માટે પોતાનું લક્ષ્ય નક્કી કરી લીધું છે કે જે થોડુક મુશ્કેલ પણ છે.

mrjoebecarvalho
અરશદ વારસીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ટ્વીટ કર્યું - 2013ને મારા માટે શાનદાર બનાવવા બદલ આપ સૌનો આભાર. મેં 2014 માટે કેટલાંક લક્ષ્ય નક્કી કર્યાં છે કે જે થોડાંક મુશ્કેલ છે, પણ પામવા યોગ્ય છે. આપની દુઆની જરૂર છે.

સમીર તિવારી દિગ્દર્શિત મિ જોએ બી કારવાલ્હો ફિલ્મમાં અરશદ વારસી એક જાસૂસનો રોલ કરી રહ્યાં છે. 3જી જાન્યુઆરીએ રિલીઝ થતી આ ફિલ્મમાં અરશદ સાથે સોહા અલી ખાન કામ કરી રહ્યાં છે, તો અરશદની વધુ એક ફિલ્મ ડેઢ ઇશ્કિયા 10મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. અભિષેક ચૌબેની આ ફિલ્મમાં અરશદ હુમા કુરૈશી સાથે નજરે પડશે. ફિલ્મમાં માધુરી દીક્ષિત અને નસીરુદ્દીન શાહ પણ છે.

English summary
Actor Arshad Warsi tweeted, 'Lets start the year with compassion, love & respect for each other....'

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.