For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઈગર શ્રોફઃ એક ભૂલના લીધે ઘરનું ફર્નિચર વેચવુ પડ્યુ, જમીન પર સૂઈને રાત પસાર કરી

અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઈગરે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના જૂના દિવસોની અમુક યાદો શેર કરી. ટાઈગરે જે વાતો જણાવી તે ચોંકાવનારી હતી.

|
Google Oneindia Gujarati News

બોલિવુડમાં હીરોપંતી સાથે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર ટાઈગર શ્રોફ માત્ર પોતાની ડાંસિંગ સ્ટાઈલ જ નહિ પરંતુ પોતાની એક્શન માટે ખૂબ જાણીતા છે. અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઈગરે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના જૂના દિવસોની અમુક યાદો શેર કરી. ટાઈગરે જે વાતો જણાવી તે ચોંકાવનારી હતી.

ઘરની આર્થિક સ્થિતિ બગડી ગઈ

ઘરની આર્થિક સ્થિતિ બગડી ગઈ

તેમણે જણાવ્યુ કે ફિલ્મ ન ચાલવાના કારણે તેમના ઘરનુ ફર્નિચર વેચવાનો વારો આવ્યો હતો. તેમને જમીન પર સૂવુ પડ્યુ હતુ. ટાઈગરે જણાવ્યુ કે વર્ષ 2001માં તેમના મમ્મીના પ્રોડક્શનમાં બનેલી એક ફિલ્મ ‘બૂમ' લીક થવાના કારણે ફ્લોપ થઈ ગઈ. આ ફિલ્મના ન ચાલવાના કારણે તેમના ઘરની આર્થિક સ્થિતિ બગડી ગઈ.

જીવનનો સૌથી ખરાબ સમય

જીવનનો સૌથી ખરાબ સમય

તેમણે જણાવ્યુ કે એ વખતે હું માત્ર 11 વર્ષનો હતો. સ્થિતિ એવી થઈ કે જે વસ્તુઓને જોઈને હું મોટો થયો હતો એ બધી વસ્તુઓ ધીમે ધીમે ગાયબ થવા લાગી હતી. તેમના બેડરૂમનો બેડ પણ વેચવો પડ્યો. તેમણે જમીન પર સૂવુ પડતુ હતુ. ટાઈગરે જણાવ્યુ કે એ સમય તેમના જીવનનો સૌથી ખરાબ સમય હતો.

આ પણ વાંચોઃ મુંબઈ પર વરસાદનો કહેર, આગામી 24 કલાક માટે રેડ એલર્ટ, શાળા-કોલેજો, ટ્રેન-વિમાન બંધઆ પણ વાંચોઃ મુંબઈ પર વરસાદનો કહેર, આગામી 24 કલાક માટે રેડ એલર્ટ, શાળા-કોલેજો, ટ્રેન-વિમાન બંધ

2003માં રિલીઝ થઈ હતી ‘બૂમ'

2003માં રિલીઝ થઈ હતી ‘બૂમ'

અમિતાભ બચ્ચન, ગુલશન ગ્રોવર, જેકી શ્રોફ, ઝીન્નત અમાન અને જાવેદ જાફરી જેવા લોકપ્રિય સ્ટાર હતા. આ ફિલ્મથી કેટરીના કૈફે ડેબ્યુ કર્યુ હતુ. ફિલ્મ રિલીઝ પહેલા લક થઈ ગઈ જેના કારણે તે ફ્લોપ ગઈ. અત્યારે ટાઈગર શ્રોફ ફિલ્મ ‘વૉર'માં વ્યસ્ત છે. ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેમની સાથે ઋતિક રોશન પણ છે.

English summary
Tiger Shroff on how movie Boom's failure affected his family, said Our furniture was sold off one by one, had to sleep on floor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X