For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : અડસઠ વરસના થયાં અનુપમ ખેર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 માર્ચ : અભિનેતા અનુપમ ખેર. આ નામ પડતાં જ આંખો સામે જે ચહેરો ફરી વળે છે, તે એક બહુમુખી કલાકારનો છે. તેઓ એક પરિપક્વ અભિનેતા છે. આવા જાજરમાન અભિનેતા અનુપમ ખેર આજે 68 વરસના થઈ ગયાં.

શિમલા ખાતે 7મી માર્ચ, 1945ના રોજ જન્મેલા અનુપમ ખેર તેઓ પડદાં ઉપર ક્યારેક નાયક, ક્યારેક ખલનાયક, ક્યારેક કૉમેડિયન, તો ક્યારેક હોસ્ટ બની સામે આવે છે. થિયેટરથી શરુઆત કરનાર અનુપમ ખેરની પ્રથમ ફિલ્મ હતી આગમન. જોકે સારાંશ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં તેમણે નામના મેળવી. આ ફિલ્મમાં યુવા અનુપમે એક એવા નબળા અને વૃદ્ધ પિતાનું પાત્ર ભજવ્યું કે જેને પોતાના યુવાન પુત્રની અસ્થિઓ મેળવવા સંઘર્ષ કરવો પડે છે. અભિનયની સફર શરૂ કરતાં અનુપમ ખેરે ક્યારેય નહોતું વિચાર્યું કે તેમની અભિનય યાત્રા તેમના નામને અનુરૂપ જ અનુપમ થઈ જશે. ગત વર્ષે જ અભિનેતા અનુપમ ખેરનો આંતરરાષ્ટ્રીય મૅગેઝીન ધ હૉલીવુડ રિપોર્ટરે એશિયાનાં પાંચ શ્રેષ્ઠ અભિનેતાઓમાં સમાવેશ કર્યો છે.

અનુપમ ખેરે અત્યાર સુધી લગભગ 450 ફિલ્મો અને 100 પ્લે કર્યાં છે. ફિલ્મ કર્માનો ખલનાયક ડૉક્ટર ડૅંગ આજે પણ લોકોના હૃદયમાં જીવે છે, તો ફિલ્મ ડૅડીનો શરાબી, પરંતુ કૅરિંગ પિતા આજે પણ લોકોના હૃદયમાં રાજ કરે છે. એટલું જ નહિં, કૉમેડીમાં પણ અનુપમ ખેરની ફિલ્મોનો કોઈ જવાબ નથી. તેથી તેમને પાંચ વાર બેસ્ટ કૉમેડિયન ઍવૉર્ડ પણ મળી ચુક્યાં છે.

કૉમેડી માટે પસંદ કરાતી ફિલ્મોમાં અનુપમ ખેરની ડર, રામ લખન, હમ, કુછ કુછ હોતા હૈ, લમ્હેં, મોહબ્બતેં, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને વીર ઝારા મુખ્ય છે. આ ઉપરાંત તેઓ ગંભીર પાત્રો ભજવવા માટે પણ જાણીતાં છે. મૈંને ગાંધી કો નહીં મારા અનુપમ ખેરની આવી જ ગંભીર અભિનય ધરાવતી ફિલ્મ છે. ઓમ જય જગદીશ ફિલ્મ સાથે તેમણે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે.

આવો જોઇએ અનુપમ ખેરની કેટલીક તસવીરો :

68 વરસના થયાં અનુપમ ખેર

68 વરસના થયાં અનુપમ ખેર

અનુપમ ખેરની એક લાક્ષણિક તસવીર.

68 વરસના થયાં અનુપમ ખેર

68 વરસના થયાં અનુપમ ખેર

પુષ્પગુચ્છ સાથે અનુપમ ખેર. ચાલો આપણે તેમને આજે જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવીએ.

68 વરસના થયાં અનુપમ ખેર

68 વરસના થયાં અનુપમ ખેર

મિસ્ટર ભટ્ટી ઑન છુટ્ટી ફિલ્મમાં અનુપમ ખેર.

68 વરસના થયાં અનુપમ ખેર

68 વરસના થયાં અનુપમ ખેર

દબંગમાં અનુપમ ખેર.

68 વરસના થયાં અનુપમ ખેર

68 વરસના થયાં અનુપમ ખેર

ઝોકોમોન ફિલ્મમાં અનુપમ ખેરનો રૌદ્ર સ્વરૂપ.

68 વરસના થયાં અનુપમ ખેર

68 વરસના થયાં અનુપમ ખેર

જાહેર સમારંભોમાં અનુપમ ખેર.

68 વરસના થયાં અનુપમ ખેર

68 વરસના થયાં અનુપમ ખેર

સને 1984માં આવેલી મહેશ ભટ્ટ દિગ્દર્શિત સારાંશ ફિલ્મમાં 28 વર્ષીય અનુપમ ખેરે એક એવા વૃદ્ધ નિવૃત્ત પિતાની ભૂમિકા ભજવી હતી કે જેની યુવાન પુત્રની અસ્થિઓ પામવા માટે ચપ્પલ ઘસાઈ જાય છે. એક લાચાર પિતાની તસવીર આ રીતે પડદા ઉપર અનુપમે જીવી બતાવી. તે જોઈ હરકોઈ રડી ઉઠ્યું હતું.

68 વરસના થયાં અનુપમ ખેર

68 વરસના થયાં અનુપમ ખેર

સુભાષ ઘાઈ દિગ્દર્શિત ફિલ્મ કર્મામાં ડૉક્ટર ડૅંગની ભૂમિકા અનુપમ ખેરે એવી રીતે ભજવી કે જેની આગળ દિલીપ કુમાર જેવા કલાકાર પણ ફીકા પડી ગયાં. ફિલ્મ મલ્ટીસ્ટાર હતી, પરંતુ અનુપમ ખેરનું અભિનય સૌની ઉપર ભારે પડ્યું અને ડૉ. ડૅંગ અમર થઈ ગયો.

68 વરસના થયાં અનુપમ ખેર

68 વરસના થયાં અનુપમ ખેર

ડૅડી ફિલ્મમાં અનુપમ ખેર એક દારૂડિયા, પરંતુ કૅરિંગ પિતા બન્યા હતાં. આ રોલ આજે પણ સીમાચિહ્ન રૂપ છે. આ ફિલ્મ માટે અનુપમ ખેરને બેસ્ટ ક્રિટિક એક્ટર ઍવૉર્ડથી બિરદાવવામાં આવ્યા હતાં.

68 વરસના થયાં અનુપમ ખેર

68 વરસના થયાં અનુપમ ખેર

ફિલ્મ ડર સાથે અનુપમ ખેરે કૉમેડીની શરુઆત કરી. પછી તેમણે રામ લખન, હમ, કુછ કુછ હોતા, લમ્હેં, મોહબ્બતેં, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને વીર ઝારા જેવી ફિલ્મોમાં સતત કૉમિક રોલ કર્યાં અને સતત ઍવૉર્ડ્સ જીતતા રહ્યાં.

68 વરસના થયાં અનુપમ ખેર

68 વરસના થયાં અનુપમ ખેર

મૈંને ગાંધી કો નહીં મારા ફિલ્મમાં અનુપમ ખેર એક ગંભીર રોલમાં હતાં કે જે લોકોના દિલો પર ચોટ કરે છે. આ ફિલ્મ માટે પણ અનુપમ ખેરને બેસ્ટ ક્રિટિક્સ એક્ટરનો ઍવૉર્ડ મળ્યો.

English summary
Veteran actor Anupam Kher today tournout at 68 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X