બૉલીવુડે કહ્યું : હૅપ્પી વૅલેંટાઇન ડે, પહેલા પોતાને પ્રેમ કરો!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 14 ફેબ્રુઆરી : વૅલેંટાઇન ડે પ્રસંગે શુક્રવારે બૉલીવુડની ચર્ચિત હસ્તીઓએ પોતાના ફૅન્સને સૌપ્રથમ પોતાની સાથે પ્રેમ કરવાનો મંત્ર આપ્યો. કેટલીક હસ્તીઓ માટે પ્રેમનો આ દિવસ ખાસ મહત્વ નથી ધરાવતો, તો કેટલાંક પાસે તેને ખાસ બનાવવાની પોતાની રીતો છે.

વૅલેંટાઇન ડે પ્રેમના દિવસ તરીકે ઓળખાય છે અને દર 14મી ફેબ્રુઆરીએ આ દિવસ પ્રેમના નામે સમર્પિત કરવામાં આવે છે. તેવામાં લવ-રોમાંસનો પર્યાય બૉલીવુડ કઈ રીતે આ દિવસમાંથી બાકાત રહી શકે. એટલે જ તો બૉલીવુડમાં પણ વૅલેંટાઇન ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે વૅલેંટાઇન ડે પ્રસંગે બૉલીવુડની હસ્તીઓએ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે ટ્વિટરની પસંદગી કરી. અક્ષય કુમાર, કરણ જૌહર, અરશદ વારસી અને ટિસ્કા ચોપરા જેવી હસ્તીઓએ જણાવ્યું કે તેમના માટે આ દિવસ કેમ મહત્વ ધરાવે છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વૅલેંટાઇન ડે અંગે બૉલીવુડની લાગણીઓ :

પોતાના પ્રેમને પ્રેમ કરો

પોતાના પ્રેમને પ્રેમ કરો

અક્ષય કુમારે ટ્વીટ કર્યું - હું અને મારી પત્ની ટ્વિંકલ આ વર્ષે ગ્રાહકવાદ તરફે નથી ઝુકી રહ્યાં. વૅલેંટાઇન ડેનો મતલબ પોતાના પ્રેમ સાથે પ્રેમ કરવો છે, પૈસા ખર્ચ કરવો નહીં.

કૅલોરી લેવાનો દિવસ

કૅલોરી લેવાનો દિવસ

કરણ જૌહરે ટ્વીટ કર્યું - જો આપ સિંગલ હોવ અને આપનો કોઈ પ્રેમી કે પ્રેમિકા ન હોય, તો ચોક્કસ માની લો કે આજે આપે બહુ કૅલોરી લેવી છે. એકલવાયાપણા માટે મિઠાઈ.

સિંગલ્સ પોતાને પ્રેમ કરે

સિંગલ્સ પોતાને પ્રેમ કરે

રીચા ચડ્ઢાએ ટ્વીટ કર્યું - આવો દરેક દિવસને વૅલેંટાઇન ડે બનાવીએ. જે લોકો સિંગલ છે, તેમને કહીશ કે તેઓ પોતાને પ્રેમ કરે.

પ્રેમ પ્રસરાવો

પ્રેમ પ્રસરાવો

અદિતી રાવ હૈદરીએ ટ્વીટ કર્યું - શું દરેક દિવસ વૅલેંટાઇન ડે નહીં હોવો જોઇએ? પ્રેમ પ્રસરવો. વર્ષમાં માત્ર એક જ દિવસે પૈસા ખર્ચવાનું બંધ કરો.

ઘણું રોમાંટિક કરીશું

ઘણું રોમાંટિક કરીશું

જૅકલીન ફર્નાન્ડીઝે ટ્વીટ કર્યું - વૅલેંટાઇન ડેનો દિવસ. નક્કી કરો કે આજે કંઇ બહુ રોમાંટિક કરીશું.

અભિનંદન

અભિનંદન

અરશદ વારસીએ ટ્વીટ કર્યું - સૌને વૅલેંટાઇન ડેના અભિનંદન.

પોતાને પ્રેમ એટલે આજીવન રોમાંસ

પોતાને પ્રેમ એટલે આજીવન રોમાંસ

ટિસ્કા ચોપરાએ ટ્વીટ કર્યું - પોતાને પ્રેમ કરવો આજીવન રોમાંસની શરુઆત છે. વૅલેંટાઇન ડેની શુભેચ્છા.

ખાસ બનાવો

ખાસ બનાવો

સંજય ગુપ્તાએ ટ્વીટ કર્યું - વૅલેંટાઇન ડેની શુભેચ્છા. જાવો તેને ખાસ બનાવો.

મજાનો દિવસ બનાવો

મજાનો દિવસ બનાવો

જૅકી ભાગનાનીએ ટ્વીટ કર્યું - સૌ વહાલા લોકોને વૅલેંટાઇન ડેની શુભેચ્છા. આપ જે લોકોને ચાહો છે, તે તમામ સાથે દિવસને મજાનો બનાવો.

English summary
"Love thyself first" is the mantra which Bollywood bigwigs have conveyed to their fans on Valentine's Day Friday. For some, this day of love holds no special importance, others have their own ways to make it special.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.