Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી
વર્ષ 2026ના પ્રતિષ્ઠિત 98મા એકેડેમી એવોર્ડ્સની જાહેરાત 16 માર્ચના રોજ કરવામાં આવી છે. આ વૈશ્વિક સમારોહમાં સિનેમા જગતના દિગ્ગજ કલાકારોએ હાજરી આપી અને શ્રેષ્ઠ કૃતિઓને સન્માનિત કરાઈ હતી.
આ વર્ષે ફિલ્મ 'વન બેટલ આફ્ટર અનધર' એ સૌથી વધુ એવોર્ડ્સ જીતીને ઇતિહાસ રચ્યો છે. પ્રિયંકા ચોપરા સહિતના અનેક આંતરરાષ્ટ્રીય સિતારાઓએ રેડ કાર્પેટ પર પોતાની હાજરીથી ચાર ચાંદ લગાવી દીધા હતા.

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ 'સિનર્સ' ફિલ્મ માટે માઇકલ બી. જૉર્ડનને એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે જેસી બકલીએ ફિલ્મ 'હેમનેટ' માં શાનદાર અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર પોતાના નામે કર્યો છે.
સહાયક કલાકારોમાં શૉન પેનને 'વન બેટલ આફ્ટર અનધર' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. તેમજ એમી મેડિગનને ફિલ્મ 'વેપન્સ' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
પૉલ થૉમસ એન્ડરસનને 'વન બેટલ આફ્ટર અનધર' માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મે 'બેસ્ટ પિક્ચર' અને 'શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રિનપ્લે' જેવી મુખ્ય કેટેગરીમાં પણ જીત હાંસલ કરી છે.
ફિલ્મ 'સિનર્સ' એ ઓરિજિનલ સ્ક્રિનપ્લે, સિનેમેટોગ્રાફી અને ઓરિજિનલ સ્કોર (લુડવિગ યૂરનસન) માટે પુરસ્કારો જીત્યા છે. આ ફિલ્મે પોતાની ટેકનિકલ અને સર્જનાત્મક ક્ષમતાથી દર્શકો અને જ્યુરીના દિલ જીતી લીધા હતા.
એનિમેશન વિભાગમાં 'Kpop ડેમન હન્ટર્સ' શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ તરીકે વિજેતા બની છે. શોર્ટ ફિલ્મમાં 'ધ ગર્લ હૂ ક્રાઇડ પર્લ્સ' અને લાઇવ એક્શનમાં 'ધ સિંગર્સ' એ બાજી મારી છે.
ટેકનિકલ એવોર્ડ્સમાં 'ફ્રેન્કેનસ્ટાઈન' ફિલ્મે પ્રોડક્શન ડિઝાઈન, કોસ્ચ્યુમ અને મેકઅપ સહિત કુલ ત્રણ એવોર્ડ જીત્યા છે. જ્યારે 'અવતાર: ફાયર એન્ડ ઍશ' ને શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે સન્માનિત કરાઈ છે.
ડોક્યુમેન્ટરી કેટેગરીમાં 'મિસ્ટર નૉબડી અગેઇનસ્ટ પુટિન' ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ઉપરાંત, 'ઓલ ધ એમ્પ્ટી રૂમ્સ' એ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો પ્રતિષ્ઠિત એવોર્ડ પોતાના નામે કર્યો છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
