For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાબરકાઠાઃ મંદિરમાં અશ્લિલ હરકત કરવાના આરોપી બે જૈન સાધુઓને જામીન મળ્યા

સાબરકાઠાઃ મંદિરમાં અશ્લિલ હરકત કરવાના આરોપી બે જૈન સાધુઓને જામીન મળ્યા

By Staff
|
Google Oneindia Gujarati News

સાબરકાંઠા જિલ્લાના ઇડરની એક અદાલતે સોમવારે એ બંને જૈન સાધુને જામીન આપી દીધા છે જેમણે એક દિવસ પહેલા જ પૂજા સ્થળને અપવિત્ર કરવા અને આપરાધિક ધમકી મામલામાં પકડાયા હતા. એક વીડિયો કલિપ સામે આવી હતી, જેમાં બને આરોપી અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા હતા.

એડિશનલ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ જેપી પ્રજાપતિએ પોલીસ દ્વારા માંગવામાં આવેલ 14 દિવસની રિમાંડની માંગ ફગાવી દીધી અને પાવાપુરી જળ મંદિરના બે સંતોને શરતી જામીન આપી દીધી છે. આઇપીસીની કલમ 295 સહિત અન્ય કલમ અંતર્ગત રવિવારે રાજતિલક સાગર અને કલ્યાણ સાગરની ધપકડ કરવામા આવી હતી. પાવાપુરી જળ મંદિરના એક ટ્રસ્ટ્રીએ ફરિયાદ કરી હતી કે બંને સંતે સુરતની એક મહિલા સાથે મંદિરમાં અશ્લિલ હરકત કરી હતી.

શરતી જામીન મળ્યા

શરતી જામીન મળ્યા

આ કૃત્ય એક વીડિયોમાં કેદ થઇ ગયું હતું, જેને અદાલત સમક્ષ રજૂ કરવામા આવ્યો હતો. તેમના વકીલ સત્યમ શાહે જણાવ્યું કે, અદાલતે પોલીસના 14 દિવસની રિમાંડની માંગ ફગાવી દીધી અને સતોને શરતી જામીન આપી દીધા છે.

મુશ્કેલી વધી શકે

મુશ્કેલી વધી શકે

વ્યાભિચારના આરોપમાં પકડાયેલા ઇડર પાવાપુરી જળ મંદિરના સંત કલ્યાણ સાગર અને રાજતિલક સાગરની મુશ્કેલીઓ હજી પણ વધી શકે છે. સાબરકાંઠાના એસપી ચૈતન્ય માંડલિક મુજબ સતો વિરુદ્ધ પાંચ મહિલાઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ધરપકડ થઇ હતી

ધરપકડ થઇ હતી

આ ઉપરાંત વધુ મહિલાઓ પણ આગળ આવે તેવી સંભાવનાઓ જતાવવામા આવી રહી છે. પોલીસ આરોપીઓના નાર્કો એનાલિસિસ અને ડીએનએ ટેસ્ટ દ્વારા સબૂતો એકઠા કરવાની તૈયારીમા છે. 75 વર્ષીય વૃદ્ધ મહિલા સામે આવ્યા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

ગરીબો અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નાખ્યા, પીએમ મોદીએ નવી ઘોષણા પણ કરીગરીબો અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નાખ્યા, પીએમ મોદીએ નવી ઘોષણા પણ કરી

English summary
Bail granted to Jain saints accused of obscene acts in temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X