Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રાહત, હાઈકોર્ટના ફેસલા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રાહત, હાઈકોર્ટના ફેસલા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો

ગુજરાત રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસામાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. ચૂંટણીમાં મતગણતરીમાં આરોપસર ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો જેના પર સુપ્રીમ કોર્ટે આજે સ્ટે લગાવી દીધો છે. એટલું જ નહિ. ભુપેન્દ્રસિંહ ચુડાસામે ચૂંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડને કોર્ટે નોટિસ પણ પાઠવી છે.

bhupendra singh chudasama

જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભુપેન્દ્ર સિંહ ચુડાસામા (70)એ ગેરરિતી કરી હોવાના આરોપ સર ધોળકા સીટની ચૂંટણી રદ્દ કરી દીધી હતી અને રિટર્નિંગ ઑફિસર ધવલ જાનીને પણ દોષી ગણી તેમનું ટ્રાન્સફર કરવા સરકારને આદેશ આપ્યો હતો. જે બાદ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના શિક્ષણમત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

2017માં યોજાયેલ પેટાચૂંટણીમાં ધોળકા સીટ પર અશ્વિન રાઠોડ 327 વોટથી હાર્યા હતા, જે બાદ તેઓએ ભુપેન્દ્ર સિંહ ચુડાસમા પર મતગણતરીમાં ગેરરિતીનો આરોપ લગાવી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

મંગળવારે જાહેર થયેલ હાઈકોર્ટના આદેશ પર ચુડાસામાએ કહ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટમાં પડકારશું. આ સંબંધમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યું કે અમે કાનૂની રીતે અપીલ કરશું. સાથે જ પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. જે બાદ આજે એટલે કે શુક્રવારે સુપ્રામ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X